Site icon Revoi.in

દિલ્હીઃ પ્રથમ “અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર”માં પીએમ મોદી હાજરી આપશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે પ્રથમ ‘અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર’ (AJML)માં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને પણ સંબોધન કરશે.

પ્રથમ AJMLમાં મુખ્ય વક્તવ્ય  થર્મન શનમુગરત્નમ, સિંગાપોર સરકારના વરિષ્ઠ મંત્રી દ્વારા “ગ્રોથ થ્રુ ઇન્ક્લુસિવિટી, ઇન્ક્લુસિવિટી થ્રુ ગ્રોથ” પર આપવામાં આવશે. વ્યાખ્યાન પછી  મેથિયાસ કોર્મન (OECD સેક્રેટરી-જનરલ) અને અરવિંદ પનાગરિયા (પ્રોફેસર, કોલંબિયા યુનિવર્સિટી) દ્વારા પેનલ ચર્ચા કરવામાં આવશે. આર્થિક બાબતોના વિભાગ, નાણા મંત્રાલયે અરુણ જેટલીના રાષ્ટ્ર માટે અમૂલ્ય યોગદાનને માન્યતા આપવા માટે પ્રથમ ‘અરુણ જેટલી મેમોરિયલ લેક્ચર’નું આયોજન કર્યું છે.

વડાપ્રધાન મોદી 8 થી 10 જુલાઇ દરમિયાન આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમ કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ (KEC)માં ભાગ લેનારા પ્રતિનિધિઓ સાથે પણ વાર્તાલાપ કરશે. વિખ્યાત અર્થશાસ્ત્રીઓ કે જેની સાથે વડાપ્રધાન મુલાકાત કરશે તેમાં શ્રીમતી એની ક્રુગર, જોન હોપકિન્સ યુનિવર્સિટી, મિસ્ટર નિકોલસ સ્ટર્ન, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ; મિસ્ટર રોબર્ટ લોરેન્સ, હાર્વર્ડ કેનેડી સ્કૂલજ્હોન લિપ્સ્કી, ભૂતપૂર્વ કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર, IMF; જુનૈદ અહેમદ, ભારત માટે વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર તથા અન્યો સહિતનો સમાવેશ થાય છે.