Site icon Revoi.in

દિલ્હી- જહાંગીરપુરીમાં શોભાયાત્રા પર ફાયરિંગ કરનાર 20 વર્ષિય અસ્લમ સહીત 14 લોકોની અત્યાર સુધીમાં થઈ ધરપકડ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને શનિવારના રોજ હનુમાન જયંતિ નિમિત્તે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા નિકળાવામાં આવી હતી જેમાં કેટલાક અસામાજીત તત્વો દ્રારા પત્થર નારો અને ફાયરિંગ કરવાની ઘટના બની હતી, ત્યારે બાદ દિલ્હીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો અને આરોપીને પકડવાવા ચક્રોગતિમાનમ કર્યા હતા, ગૃહમંત્રી શાહે આ મામલે આરોપીઓને શઓધીને સખ્ત કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા ત્યારે હવે ઘટનામાં સંડોવાયેલા કેટલાક લોકોની પોલીસે અચકાયત કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જહાંગીરપુરી હિંસા કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. હિંસા દરમિયાન ફાયરિંગ કરનાર અસલમ પણ દિલ્હી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હિંસા દરમિયાન ગોળીબાર કરનાર 20 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં  જે સીડી પાર્ક ઝૂંપડપટ્ટીનો રહેવાસી છે. ગુનામાં વપરાયેલી પિસ્તોલ પણ મળી આવી છે.હિંસાની તપાસ માટે પોલીસની 10 ટીમો બનાવવામાં આવી છે.

આ સાથે જ અમન કમિટીની બેઠક દરમિયાન તમામ સભ્યોને પોતપોતાના વિસ્તારોમાં શાંતિ, સૌહાર્દ અને શાંતિ જાળવવા જનતાને અપીલ કરવા જણાવાયું છે. આ ઉપરાંત તેમને પોલીસ તરફથી નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી.હિંસાગ્રસ્ત જહાંગીરપુરીમાં રેપિડ એક્શન ફોર્સ અને ભારે પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 14 લોકો પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે.

ઘટનાને પગલે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, જુલુસ સી બ્લોક મસ્જિદ પહોંચતા જ અંસાર નામનો વ્યક્તિ તેના કેટલાક સાથીઓ સાથે ત્યાં પહોંચ્યો હતો. આ પછી, તેણે યાત્રામાં સામેલ લોકો સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. અહીંથી બલાવ શરુ થR હતી પોલીસે તેના સામે પણ ગુનો નોંધ્યો છે.