- કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યાનો કેસ
- પોલીસે 12 લોકોની કરી અટકાયત
- 6 લોકોની કરવામાં આવી ધરપકડ
બેંગ્લોર: કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યા કરવામાં આવ્યા બાદ હવે સ્થાનિક પોલીસ વધારે સક્રિય બની છે. કર્ણાટક પોલીસે અત્યારે સુધીમાં સબૂત અને સાક્ષીના આધારે 6 લોકોની ધરપકડ કરી છે તો 12 લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. જાણકારી અનુસાર પોલીસે હત્યા કરનારા તમામ આરોપીઓની ઓળખ કરી લીધી હોવાનો દાવો કર્યો છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં નદીમ અને કાસિફ સહિત 6 આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની પોલીસે રાત્રે 3 વાગે ધરપકડ કરી લીધી છે. આ અંગેનો CCTV વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શિવમોગામાં હિંસા ફેલાયા બાદ પોલીસે બુધવારે સાંજ સુધીમાં શહેરમાં કલમ-144 લાગૂ કરી છે. શાળા-કોલેજને બંધ કરી દીધી છે. પોલીસ ટીમે આ અંગે તપાસમાં જોડાઈ ગઈ છે કે બજરંગ દળના કાર્યકર્તા હર્ષના અંતિમ સંસ્કાર સમયે હિંસા કેવી રીતે ફેલાઈ? હકીકતમાં હર્ષના અંતિમ સંસ્કાર યાત્રા સમયે ભીડ ઉગ્ર બની ગઈ હતી અને તેણે પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ સાથે જ સરકારી ગાડીઓમાં આગ પણ લગાડી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કિશન ભરવાડની પણ આ રીતે હત્યા કરવામાં આવી હતી. અને હવે કર્ણાટકમાં બજરંગદળના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી. આ પ્રકારે થતી હત્યાઓથી સામાન્ય જનતાના મનમાં પણ અનેક સવાલ ઉભા થઈ શકે છે.