Site icon Revoi.in

ખેડૂત આંદોલનને લઈને ટ્વિટ કરવા બદલ દિલ્હી પોસીસે ગ્રેટા થનબર્ગ સામે ફરીયાદ નોંધી

Social Share

દિલ્હીઃ-દિલ્હી પોલીસે ખેડૂત આંદોલન અંગે ટ્વિટ કરવા બદલ ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે ભડકાઉ ટ્વિટ કરવાના મામલે કલમ 153 એ અને 120 બી હેઠળ કેસ નોંધ્યો છે.

કલમ 153 એ હેઠળ એક કૃત્ય જે વિવિધ ધાર્મિક, વંશીય, ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથો અથવા જાતિઓ અથવા સમુદાયો વચ્ચેના શાંતિ ભંગ થવાની સંભાવના ઉત્પન્ન કરે છે, બીજી તરફ, સેક્શન 120 બી હેઠળ ગુનો કરવાના ગુનાહિત ષડયંત્ર સિવાયના કોઈપણ ગુનાહિત ષડયંત્રમાં સામેલ થનારને ઉપરોક્ત મુજબની સજા યોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 70 દિવસથી દેશના ખેડુતો દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી આંદોલનો ચલાવી રહ્યા છે. દરમિયાન, ભારતીય લોકતંત્રને ખરાબ કરવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું ખેડૂતોને સમર્થન આપીને કરવામનાં આવતી હોવાની વાત નો ખુલાસો થયો  છે.

સ્વીડનની પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગે ભારત વિરુદ્ધ કાવતરાને સફળ બનાવવા માટે ખૂબ જ શાતીર રીતે યોજના બનાવી હતી. તેમણે આકસ્મિક રીતે આ યોજનાને ટ્વિટ કરી હતી. જો કે, જે તેણે પછીથી આ ટ્વિટને ડિલીટ કરી નાખી  હતી.

ખેડુતોના સમર્થનમાં આપેલા ટ્વિટમાં ગ્રેટા થનબર્ગે ભારતની શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીને ફાશીવાદી પાર્ટીનો કરાર આપ્યો હતો. ગ્રેટાએ ટ્વિટ કર્યું હતું કે તેમણે ભારત સરકાર પર દબાણ કેવી રીતે લાવી શકાય તેના માટે તેની એક્શન પ્લાન સંબંધિત દસ્તાવેજ શેર કર્યા છે.

દસ્તાવેજ વાંચ્યા પછી, સ્પષ્ટ થઈ ગયું છે કે ગ્રેટા ભારત વિરોધી પ્રચાર અભિયાનનો મોટો ભાગ બની છે. ગ્રેટા થનબર્ગના ટ્વીટમાં ખુલાસો થયો કે પ્રજાસત્તાક દિન પર હિંસા થયા બાદ અત્યાર સુધી જે બન્યું છે તે બધું એક કાવતરા હેઠળ જ કરવામાં આવ્યું છે દિલ્હી પોલીસે ગ્રેટા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

સાહિન-