Site icon Revoi.in

દિલ્હી પોલીસે ગૂગલને નોટીસ ફટકારી- ટૂલકિટ દસ્તાદેવ અપલોડ કરનાર અંગે જવાબ માંગ્યો

Social Share

દિલ્હીઃ-દિલ્હી પોલીસના સાયબર સેલ દ્વારા ગુગલ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. ટૂલકિટના મામલે દિલ્હી પોલીસે ગુગલને નોટિસ ફટકારી છે. નોટિસ દ્વારા પોલીસે ગુગલને સવાલ કર્યો છે કે આ દસ્તાવેજો ક્યાંથી અપલોડ કરવામાં આવ્યા છે અને તેની પાછળ કોણ સામેલ છે. ટૂલકીટ કેસમાં

દિલ્હી પોલીસે ગૂગલને આ માહિતી શેર કરવા જણાવ્યું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગુગલ તરફથી પ્રતિસાદ મળ્યા બાદ સ્પષ્ટ થશે કે આ દસ્તાવેજ ક્યાં અપલોડ થયા અને તેનો વિસ્તાર કેવી રીતે થયો. આમ કર્યા બાદ એ વાતની પુષ્ટી થશે કે, આ સમગ્ર મામાલ પાછળ કોમ છે પોલીસ તે વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે.

ટૂલ કિટ બનાવનાર સામે દેશદ્રોહનો કેસ દાખલ

ઉલ્લેખનીય છે કે 4 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા ડોક્યુમેન્ટને લઈને દેશદ્રોહ અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. ટૂલ કીટ દ્વારા ભારત સરકારની છબીને દૂષિત કરવા ષડયંત્ર રચવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસે કહ્યું છે કે એફઆઈઆરમાં કોઈનું નામ લેવામાં આવ્યું નથી. ટૂલ કીટ બનાવવા સામે એફઆઈઆર નોંધાઈ છે.

વિતેલા દિવસે મોડી સાંજે ખુલાસો આપતાં દિલ્હી પોલીસના વિશેષ પોલીસ કમિશનરે કહ્યું કે ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ કોઈ કેસ નોંધાયેલ નથી. તેની હાલમાં કોઈ ભૂમિકા સામે આવી રહી નથી.

સાહિન-