- દિલ્હીમાં પીએફઆઈ પ્રતિબંધ બાદ સુરક્ષા વધારાઈ
- પોલીસ હાઈએલર્ટ મોડમાં
- અનેક વિસ્તારોમાં પોલીસ તૈનાત કરાયા
દિલ્હીઃ વિતેલા દિવસે કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે અનેક જગ્યાઓ એ પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે ખઆસ કરીને દેશની રાજધાની સરકારના આ નિર્ણય બાદ હાઈ એલર્ટ મોડ પર જોવા મળી છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે, પોલીસે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં તાનાત કરવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અનેક વિસ્તારોમાં પહોચી રહ્યા છે.નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ, જ્યાં 2020માં રમખાણો થયા હતા, ત્યાં સમુદાયોની મિશ્ર વસ્તી છે. તાજેતરમાં PFI સાથે સંકળાયેલા પાંચ લોકોની દિલ્હી પોલીસે આ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.જેનેલઈને ખાસ આ વિસલ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ બાબતને લઈને પોસીલ અધિકારીએ આપેલી જાણકારી પ્રમાણે , ઉહાલ પોલીસ ટીમ એલર્ટ મોડ પર છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ઉત્તર પૂર્વ જિલ્લાને યલો, ઓરેન્જ અને રેડ સ્કીમ હેઠળ વિભાજીત કરવામાં આવ્છેયું .જીલ્લામાં જો કોઈ પણ પરિસ્થિતિ આવી પહોંચે તો પોલીસ દ્રારા તેને કંટ્રોલમાં કરવાની ગતિવિધી તેજ બનાવાશે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય રાજધાનીના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના પોલીસ દળોને પણ તૈનાત કરવામાં આવશે જેથી કરીને કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. ઉત્તર પશ્ચિમ જિલ્લાના ડીસીપી અને અન્ય જિલ્લાના ડીસીપી પોતપોતાના અધિકારક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. જેથી કોી અનઈચ્છનિય ઘટના ન બને,