Site icon Revoi.in

દિલ્હી પર ફરી કોરોનાનો કહેર: 24 કલાકમાં 1904 નવા કેસ

Social Share

દિલ્લી: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. બીજી લહેરમાં સંક્રમણની ઝડપથી વધી રહેલી ગતિએ રાજ્ય સરકારની ઊંઘ ઉડાવી દીધી છે.

સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 1,904 નવા કેસ સામે આવ્યા છે,જે છેલ્લા લગભગ સાડા ત્રણ મહિનામાં એક દિવસમાં સામે આવેલ સર્વાધિક કેસ છે. આ પછી, રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર વધીને 2.77 ટકા થઇ ગયો છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 6 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 11,012 પર પહોંચી ગયો.

દેશના 8 રાજ્યોમાં કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. અને છેલ્લા 35 દિવસમાં કોરોનાના 10 લાખ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને છત્તીસગઢમાં દરરોજ સૌથી વધુ કોરોના કેસ નોંધાય છે.

-દેવાંશી