- દિલ્લીમાં ફરીવાર કોરોનાનું જોખમ
- સતત ચોથા દિવસે 1000થી વધારે કેસ
- લોકોએ સતર્ક રહેવાની જરૂર
દિલ્લી: દેશમાં ફરીવાર કોરોનાવાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્લીની હેલ્થ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે દિલ્હીમાં રવિવારે કોરોનાવાયરસ કેસનાં નવા 1083 કેસ સામે આવ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગનાં આંકડા અનુસાર, સંક્રમણનો દર 4.48 ટકા નોંધવામાં આવ્યો છે.
સંક્રમણનાં નવાં કેસ બાદ દિલ્હીમાં કૂલ સંક્રમિતોની સંક્યા વધીને 18,74,876 થઇ ગઇ છે. દિલ્હીમાં ગત 24 કલાક દરમિયાન કોરોનાથી એક દર્દીનું મોત થઇ ગયું છે. આ સાથે મોતનો આંકડો 26,168 થઇ ગયો છે.
આ પહેલાં, દિલ્હીમાં શનિવારે કોરોનાનાં 1,094 નવાં કેસ સામે આવ્યાં હતાં. ગત 24 કલાક દરમિયાન 25,177 ટેસ્ટ થયા છે જેની કોરોના સંબંધી તપાસ થઇ છે. ઉલ્લેખનીય છે કે, 13 જાન્યુઆરીનાં દિલ્હીમાં કોરોનાનાં રેકોર્ડ 28,867 કેસ સામે આવ્યાં હતાં. દિલ્હીમાં 14 જાન્યુઆરીએ સંક્રમણ દર 30.6 ટકા દાખલ કરવામાં આવ્યો છે.
ભારતમાં એક દિવસમાં કોરોનાનાં 2,593 નવાં કેસ સામે આવ્યાં છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 4,30,57,545 પર પહોંચી છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 15,873 થઈ ગઈ છે. રવિવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, વધુ 44 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક 5,22,193 પર પહોંચી ગયો છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.04 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા છે.