- સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી
- સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ
- આરોપીઓની નવી એમઓથી પોલીસ અધિકારીઓ પણ ચોંક્યાં
દિલ્હીઃ રાજધાનીમાં ચીલઝડપ કરનારા આરોપીઓ નવી-નવી તરકીબ અજમાવીને ગુનાને અંજામ આપે છે. દરમિયાન યમુનાપારના મંડાવલીમાં કેટલાક શખ્સોએ રોડ ઉપર પસાર થતી યુવતીને અટકાવી હતી. તેમજ એક યુવાને પ્રેમનો પ્રસ્તાવ મુગક્યો હતો. જો કે, યુવતીએ વિરોધ કર્યો હતો. જે બાદ આ શખ્સો તેના હાથમાંથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા. જો કે, આરોપીઓની આ તરકીબને પગલે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પીડિતાએ બુમા બુમ કરાતા આરોપીઓ પલાયન થઈ ગયા હતા. સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજના ફુટેજની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુવતી પરિવાર સાથે મંડાવલી વિસ્તારમાં રહે છે. જ્યારે જાફરાબાદ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં મોકરી કરે છે. સાંજના સમયે નોકરીથી યુવતી ઘરે જઈ રહી હતી. મંડાવલી વિસ્તારમાં યુવતી રિક્ષામાં ઉતરીને પગપાળા પસાર થતી હતી દરમિયાન બાલ ગોપાલ રેસ્ટોરેન્ટ નજીક સર્વિસ રોડ પાસે એક યુવાન તેની પાસે આવ્યો હતો. તેમજ તેણે યુવતી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. જેથી યુવતીને તેનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન યુવાન તેના હાથમાં રહેલો મોબાઈલ ફોન ખેંચીને નજીકમાં ઉભેલા સાગરિતની મોટરસાઈકલ ઉપર બેસીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.