દિલ્હી- એનસીઆરમાં ભારે ગરમી વચ્ચે વરસાદનું આગમન – લોકોને મળી ગરમીમાં રાહત
- દિલ્હીમાં વરસાદનું આગમન
- ભારે લૂથી મળી રાહત
દેશભરમાં જ્યા ગરમીથી લોકો તાહીત્રામ પોકારી ઉઠ્યા છે ત્યા દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસા પહેલા જ વરસાદનું આગમન થી ચૂક્યું છે, કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ છે તો દિલ્હીમાં પણ ભારે ગરમી વચ્ચે વિતેલી રાતે વરસાદનું આગમન થયું છે,વરસાદ પડતાની સાથે જ દિલ્હી વાસીઓને લૂમાંથી રાહત મળી છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ઉઠી હતી.
જાણકારી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં ઉકળાટભરી ગરમી વચ્ચે શુક્રવારે ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગુરુગ્રામ અને નોઈડાના ઘણા વિસ્તારોમાં વરસાદે વાતાવરણ પહેલેથી ઠંડુ બનાવી દીધું હતું. વરસાદને કારણે તાપમાનમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.
દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન 45-46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જેના કારણે ગરમીની સાથે ભેજના કારણે લોકોનું જનજીવન મુશ્કેલ બન્યું છે. નોઈડામાં પણ શુક્રવારે સાંજે વરસાદે ઘણા ભાગોમાં રાહત અનુભવી હતી.
રાજધાનીમાં શુક્રવારની સવારથી ખૂબ ગરમી પડી રહી હતી અને લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ હતું. ભારતીય હવામાન વિભાગે અગાઉથી જ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ગાજવીજ અને વીજળીના ચમકારાની સંભાવના વ્યક્ત કરી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. પરંતુ મોડી સાંજે વરસાદના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.