- દિલ્હીમાં એમબીબીએસના વિદ્યાર્થીઓ પણ દર્દીની સેવામાં
- કોરોનાના વધતા કેસો વચ્ચે વિદ્યાર્થીોની પણ મદદ લેવાઈ રહી છે
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર અને દિલ્હી એવા રાજ્યો છે કે જ્યા દેનિક કેસો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે દિલ્હી હોસ્પિટલોમાં સક્રિય દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે વધારાના આરોગ્ય કર્મચારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. કોવિડ હોસ્પિટલોમાં, 25 થી 40 ટકાથી વધીને ડૉક્ટરને નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફને તાનાત કરવાની ભલામણ કારઈ છે.
દિલ્હીમાં કુલ 13 મોટી હોસ્પિટલો છે, જ્યાં કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કોવિડ કેર સેન્ટરમાં આરોગ્ય કાર્યકરોને સેવામાં તૈનાત કરવામાં આવી રહ્યા છે.વિતેલા દિવસને મંગળવારના રોજ 74 હજારથી વધુ સક્રિય કોવિડ દર્દીઓ હતા. કોવિડ સંક્રમણના કેસની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વધારા ડોક્ટરોને મૂકવાની ભલામણ કરી છે.
આ બાબતે આરોગ્ય વિભાગે કોવિડ હોસ્પિટલોને વધારાના ડોકટરો, 40 ટકા નર્સિંગ અને પેરામેડિકલ કર્મચારીઓ રાખવા માટે ભલામણ કરી છે. 749 વિદ્યાર્થીઓ એમબીબીએસનો અભ્યાસ સહિત વિવિધ હોસ્પિટલોમાં કરાર પર કુલ 1 હજાર 359 ડોકટરો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, 690 નર્સ અથવા એએનએમ પણ રાખવામાં આવ્યા છે.
નિષ્ણાતોનું આ બબાતને લઈને માનૃવું છે કે આગામી દિવસોમાં, દિલ્હી કેસો એક લાખ સુધી પહોંચી શકે છે. તે સમયે, પાંચ ટકા દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવશે, પછી 18 હજાર આઇસીયુ બેડ અને 28 હજાર ઓક્સિજન બેડની જરૂર પડી શકે છેજેથી ડોક્ટોરની લસંખ્યા પણ વધુ હોય તે જરુરી છે.