Site icon Revoi.in

દિલ્હીઃ રાજ્યસભાના 70 સભ્યોનો એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થશે

Social Share

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આગામી દિવસોમાં વિવિધ રાજકીય પક્ષોના 70 જેટલા સાંસદોનો આગામી એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપ અને તેના સહયોગી પક્ષના સાત જેટલા સભ્યોની સમય મર્યાદા પૂર્ણ થઈ રહ્યાં છે. ભાજપના ફાયરબ્રાન્ટ નેતા સુબ્રમન્યમ સ્વામીનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ અને અંબિકા સોનીનો પણ સમાવેશ થાય છે.

રાજ્યસભામાં હવે બિલ પાસ કરાવામાં ભાજપ સરકારને ભારે મુશ્કેલીનો સામનો પડી શકે છે. ભાજપ અને તેના સાથી પક્ષોની કુલ 114 બેઠકો છે.  ભાજપ પાસે 97, JDU પાસે 5, AIDMK પાસે 5, અપક્ષ પાસે 1 અને નાના પક્ષો પાસે 6 બેઠકો છે, પરંતુ ટૂંક સમયમાં આ સ્થિતિ બદલાશે. રાજ્યસભાની 70 બેઠકો માટે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભામાં ભાજપની 5 સીટો, AIADMKની 1 સીટ અને અપક્ષની એક બેઠક ઘટશે. આ પછી ભાજપ અને તેમના સહયોગીપક્ષનું સંખ્યાબળ 114 થી ઘટીને 107 પર આવી જશે. આવી સ્થિતિમાં, જો સાથી પક્ષો આંખ બતાવે અને બીજેડી, વાયએસઆર કોંગ્રેસનું સમર્થન ન મેળવે તો ભાજપ માટે રાજ્યસભામાં કોઈપણ બિલ પસાર કરવું ખૂબ મુશ્કેલ હશે.

આ સિવાય જો પંજાબ, ઉત્તરાખંડ અને યુપીમાં સીટો ઓછી થાય છે તો રાજ્યસભામાં બીજેપીના સાંસદોની સંખ્યા વધુ ઘટી શકે છે, કારણ કે આ રાજ્યોમાં રાજ્યસભાની 19 સીટો છે. અહીંનું ચિત્ર 10 માર્ચ પછી સ્પષ્ટ થશે. કેન્દ્ર સરકાર પર લાંબા સમયથી હુમલો કરનાર સ્વામીનો કાર્યકાળ 24 એપ્રિલે રાજ્યસભામાંથી સમાપ્ત થઈ રહ્યો છે. ભૂતકાળમાં તેમણે જે રીતે સરકાર પર નિશાન સાધ્યું છે તે જોતાં તેમના ફરીથી ચૂંટાઈ આવે તેવી શક્યતાઓ નહિવત છે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ન તો હવે નોમિનેટ કરવામાં આવશે અને ન તો તેમને અન્ય કોઈ રાજ્યમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. ભાજપની સાથે કોંગ્રેસના પણ કેટલાક દિગ્ગજોનો રાજયસભાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસમાં નારાજ જૂથ જી-23માં સામેલ નેતા આનંદ શર્મા, કપિલ સિબ્બલ ઉપરાંત કેરળથી આવતા એકે એન્ટની, પંજાબના અંબિકા સોનીનો પણ સમાવેશ થાય છે. પંજાબથી રાજ્યસભામાં આવતા પ્રતાપસિંહ બાજવાનો પણ કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે.

(Photo-File)