દિલ્હીઃ ગટર લાઈનમાં કેબલની મરામત માટે ઉતરેલા 3 કામદારોના છેવટે મોત, બચાવવા માટે ઉતરેલા રિક્ષા ચાલકને પણ મળ્યું મોત
- દિલ્હીમાં ગટર લાઈનમાં ઉતરેલા કામદારોના મોત
- બતાવવા માટે રિક્ષા ચાલકે કરી મહેનત તેને પણ મળ્યું મોત
દિલ્હીઃ- દિલ્હીના રોહીણી વિસ્તારમાં વિતેલી સાંજે 4 કામદારો કેબલની મરામત માટે ગટરની પાઈપ લાઈનમાં ઉતર્યા હતા ,આ દરમિયાન તેઓ ફસાય ગયા હતા જો કે તેઓને બહાર કાઢવાના અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.છેવટે 4 કામદારોના મોત નિપજ્યા છે.
મંગળવારે સાંજે ગટરમાં ફસાયેલા ચાર લોકોને તમામ પ્રયાસો છતાં બચાવી શકાયા નથી. એનડીઆરએફની ટીમે આજે વહેલી સવારે ચારેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ગટરમાંથી પસાર થતો ટેલિફોન કેબલ રિપેર કરવા માટે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં પ્રવેશેલા ત્રણ મજૂરો ફસાયા હતા. તેમને બચાવવા ગયેલો રિક્ષા ચાલક પણ અંદર ફસાઈ ગયો હતો. જેને પણ મોત મળ્યું છે.
જાણકારી મુજબ રોહિણી સેક્ટરના ઈ બ્લોકમાં ગટરમાંથી ટેલિફોન કેબલ પસાર થઈ રહ્યો છે. આ કેબલોમાં ખામી હોવાની ફરિયાદ સર્જાય હતી જેથી ફોલ્ટ રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ જનકપુરી સ્થિત ખાનગી પેઢીને આપવામાં આવ્યો છે.
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંગળવારે સાંજે સુપરવાઈઝર સૂરજ સાહની બે મજૂરો સાથે સમારકામ કરવા માટે સ્થળ પર ગયા હતા. લગભગ 15 ફૂટ ઊંડે ગટરના ઢાંકણા હટાવ્યા બાદ અંદર પ્રવેશ્યા હતા. ગટરમાં ટેલિફોન ઉપરાંત વીજ વાયરો પણ હતા. લાંબા સમય સુધી બહાર ન નીકળ્યા પછી, એક મજૂર તેમને જોવા માટે ગટરમાં પ્રવેશ્યો. પરંતુ તે પોતે પણ ગટરમાં જ ફસાઈ ગયો.
આ દરમિયાન ત્યાં ઉભેલા રિક્ષા ચાલકે પણ તેઓને બચાવાના પ્રયત્ન કર્યા,રિક્ષા ચાલકનું નામ સતીષ જણાવામાં આવ્યું છે તેણે આ અકસ્માત જોતા જ જીવ બચાવા ગટરમાં ગયા આમ 3 કામદારો અને રિક્ષા ચાલક ગચટરમાં ફસાતા હોબાળો મચી ગયો. આ ઘટના અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને સાંજે 6.30 વાગ્યે જાણ કરવામાં આવી હતી. આ પછી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.જો કે તમામ પ્રયત્નો 4 રેયને બચાવાના નિષઅફળ સાબિત થયા છે આજે વહેલી સવારે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.