Site icon Revoi.in

દિલ્લીને મળશે ગુજરાતથી મદદ, ગુજરાતના હાપાથી 225 મેટ્રીક ટન ઓક્સિજન દિલ્લી માટે રવાના

Social Share

જામનગર: દિલ્લીમાં કોરોનાવાયરસના વધતા કેસની સામે ત્યાં ઓક્સિજનની પણ જરૂર પડી રહી છે. આવા સમયમાં ગુજરાતના હાપાથી ઓક્સિજનને દિલ્લી મોકલવામાં આવ્યો છે. ભારતીય રેલ્વેએ સોમવારે જાણકારી આપી હતી કે ગુજરાતના હાપાથી 225 મેટ્રીક ટન ઓક્સિજન લઈ ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી માટે રવાના થઈ છે. આ ટ્રેન આજે જ દિલ્હી કૈંટ પહોંચી જશે.

રેલ્વેએ જણાવ્યું હતું કે આ ટ્રેન રવિવારે રાત્રે ગુજરાતથી રવાના થઈ હતી. સાથે જ વધુ એક ટ્રેન 11 ટૈંકર્સમાં 224.67 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન લઈ ગુજરાતથી દિલ્હી માટે નીકળી છે.

રેલ્વે મંત્રાલયએ એક નિવેદન આપ્યું છે કે દેશના અલગ અલગ ભાગમાં 68 ઓક્સિજન એક્સપ્રેસ વડે ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું છે. આ ટ્રેન વડે મહારાષ્ટ્ર 293 મેટ્રિક ટન, મધ્યપ્રદેશમાં 271 મેટ્રીક ટન, ઉત્તર પ્રદેશમાં 1230 મેટ્રીક ટન, હરિયાણામાં 555 મેટ્રીક ટન, તેલંગાણામાં 123 મેટ્રીક ટન, રાજસ્થાનમાં 40 મેટ્રીક ટન અને દિલ્હીમાં 1679 મેટ્રીક ટન ઓક્સિજન પહોંચાડવામાં આવ્યું છે.