Site icon Revoi.in

હવે દિલ્હીને પોતાનું અલગ શિક્ષણ બોર્ડ મળશે, સીએમ અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

Social Share

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનના સંગઠનનોને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, દિલ્હી બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનની સ્થાપના દિલ્હીની શિક્ષણ વ્યવસ્થામાં થઇ રહેલ ક્રાંતિકારી પરિવર્તનની નવી ઉંચાઈઓ પર લઈ જશે. આ વિશે માહિતી આપતાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે અમે દિલ્હીના મંત્રીમંડળમાં દિલ્હી બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનની રચનાને મંજૂરી આપી છે.

તેમણે કહ્યું કે, આ બોર્ડ 3 લક્ષ્ય પૂરા કરશે. આપણે એવા બાળકોને તૈયાર કરવાના છે,જે કટ્ટર દેશભક્ત હોય, જે આવનાર સમયમાં દરેક ક્ષેત્રમાં દેશની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. અમારા બાળકો સારા વ્યક્તિ બંને. અને આ બોર્ડ બાળકોને તેમના પગ પર ઉભા રહેવા માટે તૈયાર કરશે. આ પછી તેમણે કહ્યું કે, હવે દિલ્હીનું પોતાનું એક શિક્ષણ બોર્ડ હશે. જો કે,તે અન્ય રાજ્યોના શિક્ષણ બોર્ડથી અલગ હશે.

સીએમ કેજરીવાલે કહ્યું કે, આખા દેશએ જોયું છે કે, દિલ્હીની શિક્ષણ પ્રણાલીમાં ક્રાંતિકારી પરિવર્તન કેવી રીતે આવ્યું છે. શાળાઓમાં શિક્ષણ સુધર્યું છે. બાળકોના પરિણામો 98 ટકા સુધી આવી રહ્યા છે. તેમણે કહ્યું કે,આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બોર્ડ બનાવવામાં આવી રહ્યું છે. અમે શાળાઓ અને બોર્ડમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસ લાવીશું. આ વર્ષે 20-25 સરકારી શાળાઓનો આ બોર્ડમાં સમાવેશ કરવામાં આવશે. અમને આશા છે કે, 4-5 વર્ષમાં બધી સરકારી અને ખાનગી શાળાઓ સ્વૈચ્છિક બોર્ડમાં જોડાશે.

-દેવાંશી