દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી કરી જારી,2 દિવસ સુધી આ માર્ગોથી દૂર રહેવાની આપી સલાહ
દિલ્હી:લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિજય ચોક ખાતે બે દિવસીય મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 30 થી 31 ઓક્ટોબર સુધી ચાલનારી આ મેગા ઈવેન્ટ દરમિયાન ‘અમૃત કલશ યાત્રા’ કાઢવામાં આવશે. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત મહેમાનો પણ ઉપસ્થિત રહેશે. તેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે આ બંને દિવસો માટે એડવાઈઝરી જારી કરી છે. વિજય ચોક તરફ જતા અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસે એક ટ્રાફિક એડવાઈઝરી જારી કરી છે જેમાં લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તે માર્ગોથી દૂર રહે અથવા જ્યારે જરૂરી હોય ત્યારે જ તેનો ઉપયોગ કરે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ આજે અને આવતીકાલે વિજય ચોક ખાતે યોજાનાર આ મેગા ઈવેન્ટ માટે વિજય ચોક તરફ જતા વિવિધ માર્ગોને જરૂરિયાત મુજબ ડાયવર્ટ કરવામાં આવશે.આ વ્યવસ્થા બંને દિવસે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. ટ્રાફિક પોલીસે સામાન્ય લોકોને સ્થળની આસપાસના રસ્તાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમજ રસ્તાના કિનારે વાહનો પાર્ક કરવાનું ટાળો.
यातायात निर्देशिका
सरदार वल्लभभाई पटेल की जयंती के अवसर पर 30 और 31 अक्टूबर, 2023 को विजय चौक पर 'मेरी माटी मेरा देश-अमृत कलश यात्रा' के दृष्टिगत विशेष यातायात व्यवस्था की गई है। कृपया निर्देशिका का पालन करें।#DPTrafficAdvisory pic.twitter.com/31qY72DBcW
— Delhi Traffic Police (@dtptraffic) October 29, 2023
દિલ્હી ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, જે માર્ગો પર ટ્રાફિક પ્રભાવિત થશે તેમાં રાઉન્ડ અબાઉટ શાંતિ પથ, કૌટિલ્ય માર્ગ, રાઉન્ડ અબાઉટ પટેલ ચોક, ભિંદર પોઈન્ટ જંક્શન, રાઉન્ડ અબાઉટ જીપીઓ, ઑરબિંદો ચોક, રાઉન્ડ અબાઉટ આરએમએલ, ક્યૂ પોઈન્ટ, રાઉન્ડ અબાઉટ જીઆરજી, રાઉન્ડ અબાઉટ એમએલએનપી, રાઉન્ડ અબાઉટ મંડી હાઉસ,રાઉન્ડ અબાઉટ RGM, રાઉન્ડ અબાઉટ ફિરોઝશાહ રોડ,અશોકા રોડ, રાઉન્ડ અબાઉટ રાજા જી માર્ગ, રાઉન્ડ અબાઉટ ફિરોઝ શાહ રોડ, કેજી માર્ગ, રાઉન્ડ અબાઉટ એમઆર જનપથ, મહાદેવ રોડ, રાઉન્ડ અબાઉટ રાજેન્દ્ર પ્રસાદ રોડ અને જનપથ, રાઉન્ડ અબાઉટ પટેલ ચોક, એ પોઈન્ટ અને ડબલ્યુ પોઈન્ટ સામેલ છે. જોકે, આ બે દિવસમાં ઇમરજન્સી વાહનોની અવરજવર પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.
દિલ્હી ટ્રાફિક પોલીસે તે મેટ્રો સ્ટેશનોની યાદી પણ જાહેર કરી છે જ્યાં મુસાફરોની ભીડની સંભાવના છે. પોલીસે મુસાફરોને સમય પહેલા ઘરેથી નીકળી જવાની સલાહ આપી છે, જેથી તેઓ સમયસર ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી મેટ્રોના રૂટ પર મુસાફરોનો ધસારો હોઈ શકે છે, ખાસ કરીને સુલતાનપુર, ઘિટોરની, કુતુબ મિનાર, સેન્ટ્રલ સેક, ગુરુ દ્રોણાચાર્ય, ઈફ્કો ચોક, અરજણ ગઢ, ઉદ્યોગ ભવન અને જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનો પર યાત્રીઓની ભીડ હોય શકે છે. તેથી યાત્રાની યોજના તે મુજબ બનાવો.