દિલ્હીઃ- ગણતંત્ર દિવસના સમારોહમાં હાજર રહેવા સંપૂર્ણ રસીકરણ જરુરી ,બાળકોને નહી અપાઈ પ્રવેશ
- ગણતંત્ર દિવસમાં સામેલ થવા રસીકરણ ફરજિયાત
- રસી ન લીઘી હોય તેવા વ્યક્તિઓ નહી આપી શકે હાજરી
- 15થી ઓછી ઉંમરના બાળકોને પણ એન્ટ્રી નહી
દિલ્હીઃ- દેશભરમાં કરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે જાહેર સ્થળોએ એકત્રીત થતા લોકો માટે અનેક નિયમો પણ લાગૂ કરાય છે જે હેઠળ મર્યાદીત સંખ્યા અને રસીકરણને ખાસ મહત્વ અપાયું છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ ગણતંત્ર દિવસ અટલે કે 26મી જાન્યુઆરીના રોજ યોજાના કાર્યક્રમોમાં જો હાજર થવું હોય તો રસીકરમ ફરજિયાત કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને ડોઝ મેળવનાર લોકોને જ 26 જાન્યુઆરીએ રાજપથ ખાતે યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવાની મંજૂરી છે અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મંજૂરી આપવામાં આવી નથી. . પોલીસે આપેલી માહિતી મુજબ રાજપથ પર આયોજિત કાર્યક્રમ દરમિયાન લોકોએ કોવિડ સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે, જેમાં માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું.
આ ખાસ દિવસને લઈને દિલ્હી પોલીસે ટ્વિટ કર્યું છે કે, સમારંભમાં હાજરી આપવા માટે કોરોના રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. મુલાકાતીઓને તેમનું રસીકરણ પ્રમાણપત્ર સાથે લાવવા વિનંતી કરવામાં આવી છે.
गणतंत्र दिवस समारोह को लेकर आम नागरिकों और आगंतुकों के लिए #दिल्ली_पुलिस की तरफ से ज़रूरी गाइडलाइंस जारी की गई हैं।
कृपया कोविड प्रोटोकॉल का पालन करें और सुरक्षा जांच में सहयोग करें।@CPDelhi#DelhiPoliceCares#RepublicDay2022 pic.twitter.com/27sV4bYsuc
— Delhi Police (@DelhiPolice) January 24, 2022
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગણતંત્ર દિવસના સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે કોરોનાના જે પ્રમાણે રોજેરોજ કેસ આવી રહ્યા છે તેને લઈને દિલ્હી પોલીસે ખાસ સતર્કતા દાખવી છે,ગણતંત્ર દિવસે કડક રીતે કોરોનાના નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
પોલીસે લોકોને માન્ય ઓળખ કાર્ડ લાવવા અને સુરક્ષા તપાસમાં સહકાર આપવા વિનંતી પણ કરી છે. પોલીસે ટ્વિટ કર્યું કે દરેક પાર્કિંગ એરિયામાં રિમોટ કંટ્રોલ કારના લોકની ચાવીઓ જમા કરવાની પણ જોગવાઈ છે.દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ રવિવારે કહ્યું કે રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર સુરક્ષા માટે 27 હજારથી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને આતંકવાદ વિરોધી વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી છે.