Site icon Revoi.in

ગુજરાત ભાજપના તમામ સાંસદોને દિલ્હીનું તેડું, MPs સાથે CM પણ પહોંચ્યા દિલ્હી

Social Share

ગાંધીનગરઃ દેશમાં લોકસભાની ચૂંટણીને હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ ગઈ વખતની જેમ તમામ 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે. દરમિયાન ગુજરાત ભાજપના તમામ સાંસદોનો આજે દિલ્હીથી તેડું આવ્યું હતુ.. જેથી  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપના સાંસદોની  આખી ટીમને લઈને દિલ્હી ઉપડી ગયા છે. આજે PM મોદી ગુજરાતના તમામ સાંસદો સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠકમાં હાજર રહેશે.  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ બેઠકમાં બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ મુદ્દે ચર્ચા કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે. પીએમ નિવાસસ્થાને ગુજરાતના સાંસદોની બેઠકમાં ભાગ લેશે. જેમાં ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા થશે. આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર તથા પ્રદેશ પ્રમુખ સી આર પટીલ પણ હાજર રહેશે. મંગળવારે  સાંજે 6.30 કલાકે PMના નિવાસસ્થાને આ બેઠક મળવાની છે. PM નરેન્દ્ર મોદી ગુજરાતના તમામ સાંસદોને મળશે, તેમની સાથે ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ મુદ્દે ચર્ચા થશે. કેટલાક સાંસદોને મહત્વ પૂર્ણ જવાબદારીઓ સોંપાય તેવી શક્યતા છે.  લોકસભા ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે. આ સાથે વિવિધ કમિટીની કામગીરીનો સાંસદો દ્વારા ચિતાર લેવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં લોકસભાના તમામ 26 સાંસદો ભાજપના છે, જેમાં આ વખતની ચૂંટણીમાં મોટાભાગના સાંસદોને ટિકિટ મળે એવું લાગતું નથી. નવા ચહેરાને સ્થાન આપવા માટે ઘણાબધા સાંસદોને રિપિટ કરાશે નહીં એવી ચર્ચા છે.