- દિલ્હીમાં સતત ચાર દગિવસથી વરસાદના ઝાપટા
- વરસાદ સહીત કરા પડવાથી ખેડૂતોને નુકસાન
દિલ્હીઃ-છેલ્લા ઘણા દિવસોથી દેશની રાજધાની દિલ્હી ઠંડીના કહેર વચ્ચે જીવન જીવી રહી છે, દિલ્હી-એનસીઆરમાં ઠૂટો છવાયા વરસાજના ઝાપટા પણ જોવા મળ્યા છે આજે સતત ચોથા દિવસે દિલ્હીનું વાતાવરણ વરસાદ છવાયું જોવા મળે છે,આ સાથે જ દિલ્હી અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં વરસાદની સાથે સાથે કરા પડેલા જોવા મળ્યા છે.
દિલ્હી તથા આસપાસના શહેરોનું વાતાવરણ અતિશય ઠંડુ બન્યું છે,વાતાવરણના આ પલટાને લઈને ખેડૂતોની ચિંતા વધી છે, કરા પડવા એ ખેડૂતોના પાક માટે યોગ્ય નથી, તે પાકને નુકસાન કરે છે. વરસાદ અને કરાના વરસાદને લીધે માત્ર ખેડૂતોના પાકને જ નુકસાન થયું નથી પરંતુ ખેડૂતોના ઉત્પાદનને પણ નુકસાન પહોંચ્યું છે.
વરસાદને કારણે દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને પણ નુકશાન થઈ રહ્યું છે, ટીકર બોર્ડર પર કૃષિ કાયદાઓ સામે ખેડુતોનો વિરોધ આજે સતત 42 મા દિવસે પણ ચાલુ છે. વરસતો વરસાદ અને બીજી તરફ કરા પડવા જેનાછી ખેડૂતોનું આંદોલનમાં જાણે રુકાવટ પેદા થતી જાવા ણળી છે જો કે સતત આ સ્થિતિ વચ્ચે પણ ખેડૂતો પોતાની લવાતને લઈને અડગ છે.
તો બીજી તરફ હરિયાણામાં પણ વરસાદની સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડી પ્રસરી છે, અહી ઠંડીનું પ્રમાણ ખુબ જોવા ણળી રહ્યું છે, ઉત્તર ભારતમાં હીમવર્ષાના કારણે દિલ્હી સહીત આજુબાજુના વિસ્તારોમાં શઈત લહેર વ્યાપી રહી છે.સામાન્ય જનજીવન ખોળવાયેલું જોવા મળી રહ્યું છે , તો જમ્મુ કાશ્મીર સમગ્ર બરફની ચાદરમાં લપેટાયેલું જોવા મળે છે.
સ્કાયમેટ વેધરના મુખ્ય હવામાન શાસ્ત્રી મહેશ પલાવતના જણાવ્યા અનુસાર બુધવારથી પશ્ચિમના ખલેલની અસર ઓછી થઈ છે. જેના કારણે દિલ્હીને હવે કડકડતી ઠંડી વચ્ચે વરસાદથી રાહત મળી શકે છે. બીજી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ગુરુવારથી સક્રિય થવાની સંભાવના છે