દિલ્હીની હવા ફરી ખરાબ શ્રેણીમાં નોંધાઈ- વાતાવરણમાં ઘૂમાડાની ચાદરો પથરાઈ
- દિલ્હીની હવા ખરાબ શ્રએણીમાં પહોંચી
- ફરી આસમાનમાં છવાઈ ઘૂમાડાની ચાદરો
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીની હવા ફરી એક વખત ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે, હવામાં ઘૂમાડાઓની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે,હરિયાણા તથા પંજાબમાં પરાળઈ સળગાવવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળ્યો છે જેની સીધી અસર દિલ્હીની હવા પર પડતી જોવા મળે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલ દિલ્હી વાસીઓ બેવડી ઋતુ અનુભવી રહ્યા છે.વાતાવરણમાં હવે હવા પણ ઝેરી બની રહી છે. હવાની ગુણવત્તા ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં નોંધાઈ હતી.ઉપરાંત નોઈડાની હવા પણ અત્યંત નબળી શ્રેણીમાં પહોંચી ગઈ છે, જ્યાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 300ને પાર જોવા મળ્યો છે.
રાજધાનીમાં હલા પ્રદુષણને લઈને સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચની માહિતી મુજબ અહી એક્સયૂઆઈ આજરોજ શનિવારે સવારે 303 નોંધાયો હતો. આસાથએ જ વિતેલા દિવસને શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ‘નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી અને AQI 300 ની નીચે જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દિલ્હીની હવા ખૂબ પ્રદુષિત બની હતી જેને લઈને બાળકો તથા વડિલોને ઘરની બહાર ન નીકળવાની ,સૂચનાઓ, ડિઝલ વાહનો પર પ્રતિબંધ રાખાયો હતો તો કેટચલાક દિવસ શાળાઓ બંધ કરાઈ હતી ત્યારે ફરી એક વખત દિલ્હીની હવા નબળી બનતી જોવા મળી રહી છે જો સ્થિતિ કાબૂમાં નહી આવે તો આગામી દિવસોમાં ફરી દિલ્હીમાં શ્વાસ લેવામાં સંકટ આવી શકે છે.