દિલ્હીની હવા બની વધુ પ્રદુષિત – અનેક વિસ્તારોમાં AQI હવે 450ને પાર,શ્વાસ લેવું બન્યું મુશ્કેલ
- દિલ્હીની હવા બની પ્રદુષિત
- એક્યૂઆઈ 450ને પાર પહોચ્યો
- શ્વાસના દર્દીઓની સંખઅયામાં નોંધાયો વધારો
દિલ્હીઃ- દેશની રાજધાવની દિલ્હીમાં શિયાળો અને દિવાળઈ આવતાની સાથે જ હવા પ્રુષણ વધતુ જાય છે ત્યારે હવે દિલ્હીની સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી ખરાબ થતી જોવા મળી રહી હતી ત્છેયારે હવે દિલ્હીની આબોહવા એટલી હદે ઝેરી બની ચૂકી છે કે ષશ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને શ્વાસના દર્દીઓની સંખ્યા વધી રહી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે એર ક્વોલિટી ઈન્ડેક્ષ હવે 450ને પાર કરી ચૂક્યો છે જે હવામાં પ્રદુષણની ગંભીર શ્રેણી દર્શાવે છે.ખાસ કરીને પંજાબ દિલ્હીમાં પરાળી બાળવાને લઈને પમ આ પ્રદુષણમાં વધારો નોંધાયો છે. હવા પ્રદુષણને લઈને બીજેપી એ શનિવારે રાજધાનીમાં પ્રદૂષણના સ્તરમાં વધારાને લઈને વાયુ પ્રદૂષણ કમિશનનો સંપર્ક કર્યો હતો. ભાજપના નેતાઓએ કમિશનના અધ્યક્ષ એમએમ કુટ્ટીને આપેલા મેમોરેન્ડમમાં પ્રદૂષિત અને ઝેરી હવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
હવે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે. ડૉક્ટરોએ વૃદ્ધો અને બાળકોને વહેલી સવારે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ સાથે શ્વાસના દર્દીઓને સાવચેત રહેવાની ચેતવણી અપાઈ છે. શનિવારે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર 397 પર પહોંચી ગયું હતું, જે આ સિઝનનું સૌથી ઊંચું સ્તર છે. જ્યારે NCRમાં પ્રદૂષણનું સ્તર 350 થી 400 ની વચ્ચે હતું.
દિલ્હીના જૂદા જૂદા વિલસ્તારોની જો વાત કરીએ તો રાત્રિના સમયે તાપમાનમાં ઘટાડો થતાં પ્રદૂષણને કારણે દિલ્હીમાં સ્થિતિ બગડવા લાગી હતી. સાંજે 7 વાગ્યે આનંદ વિહારમાં પ્રદૂષણનું સ્તર 457 નોંધાયું હતું. બીજી તરફ અશોક વિહારમાં 419, જહાંગીરપુરીમાં 426, ITOમાં 400, બવાનામાં 406, રોહિણીમાં 410, વજીરપુરીમાં 431, પતપરગંજમાં 408નું સ્તર છે. આ સિવાય દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ પ્રદૂષણનું સ્તર વધ્યું છે.
ગંભીર હવા પ્રદુષણને લઈને દિલ્હીમાં જરુરી ન હોય તેવા નિર્માણ કાર્ય અને તોડફોડ કરવા પર રોક પણ લગાવામાં આવી છે જેને લઈને પુ્રદુષણમાં થોડો ઘટાડો આવી શકે ,સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ પ્રદૂષણમાંથી કોઈ રાહત મળવાની આશા નથી.
દિલ્હીમાં હવાની ગુણવત્તા રવિવાર સુધી અત્યંત ગંભીર શ્રેણીમાં રહેવાની ધારણા છે. તે જ સમયે, આગામી બે દિવસમાં પ્રદૂષણનું સ્તર વધુ વધી શકે છે. એવું માનવામાં આવે છે કે 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર રેડ ઝોનમાં પહોંચી જશે.