શિયાળો આવતા જ દિલ્હીની હવા બની પ્રદુષિત -આજે સવારે એક્યૂઆઈ 262 પર પહોચ્યો
- દિલ્હીની આબોહવા પ્રદુષિત બની
- એક્યૂઆઈ 262ને પાર
દિલ્હીઃ- એક તરફ દેશભરમાં દિવાળઈનો પ્રવ મનાવાઈ રહ્યો છએ તો બીજી તરફ દેશની રાજધાનીમાં વાયુપ્રદુષણને લઈને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે આમ છંત્તા દિલ્હીની હવા વધુને વનધુ પ્રદુષિત બનતી જઈ રહી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે દિલ્હીમાં દર વર્ષે આ જોખમ વધતુ જ જાય છે,ઑક્ટોબરના શરૂઆતના અઠવાડિયા સુધી ચોમાસું ચાલુ રહેવાને કારણે AQI સુધરી રહ્યો છે. પરંતુ હવે ફરી દિલ્હીની હવા ઝેરી બની રહી છે.
દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચપ્રમાણે , દિલ્હીમાં આજે સવારે AQI 262 નોંધવામાં આવ્યો છે.દિલ્હીનું પ્રદૂષણ સ્તર પણ વધતું જાય છે આ સાથે જ આગામી દિવસોમાં તે વધુ ખરાબ થવાની સંભાવના છે. દર વર્ષે ઑક્ટોબરની શરૂઆતથી દિલ્હીમાં અનેક કારણોસર પ્રદૂષણ વધે છે.
દિલ્હીમાં પ્રદુષણ વધવાના કારણો
ખાસ કરીને પરાળી બાળવી ,ધુમ્મસ અને વાહવવો ઘૂમાડો આ તમામ કારણો તેમાં જવાબદાર હોય છે.શુક્રવારે, દિલ્હીમાં AQI માત્ર ગરીબ શ્રેણીમાં નોંધાયો હતો
ઉલ્લેખનીય છે કે જો AQI 0 થી 50 ની વચ્ચે હોય તો તેને સારી શ્રેણીમાં રાખવામાં આવે છે. 51 અને 100 ની વચ્ચે હોવાને સંતોષકારક માનવામાં આવે છે, જ્યારે 101 અને 200 ની વચ્ચે મધ્યમ માનવામાં આવે છે. જો હવાની ગુણવત્તા 201 થી 300 ની વચ્ચે હોય તો તે નબળી શ્રેણીમાં આવે છે અને 301 થી 400 ની વચ્ચે ખૂબ જ નબળી છે. 401 અને 500 વચ્ચેનો હવા ગુણવત્તા સૂચકાંક ગંભીર શ્રેણીમાં આવે છે.