દિલ્હીમાં પ્રદુષણ વધવા બાબતે પરાળી બાળવાની ઘટનાઓનો મોટો ભાગ -AQI ગંભીર શ્રેણીમાં
- દિલ્હીની હવાએ લોકોની ચિંતા વધારી
- પરાળી બાળવાનો 32 ટકા ભાગ આ પ્રદુષણમાં
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે પ્રવા પ્રદુષણ વધી રહ્યું છે ,લોકોને શ્વનાસ લેવામાં સમસ્યા આવી રહી છે ત્યારે પરાળી બાળવાના કારણે આ પ્રદુષ ફેલાતા હવે એર ક્વોલિટી ઈન્ડેક્ષ વધતો જતો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીમાં ફેલાતા પ્રદુષમમાં 23 ટકા હિસ્સો પરાળી બાળવાનો છે જેને લઈને હવા ઝેરીલી બનતી જઈ રહી છે.વિતેલા દિવસને બુધવારે દિલ્હીના પીએમ 2.5 પ્રદૂષણમાં પરાળી બાળવાનો હિસ્સો વધીને 32 ટકા થયો હતો, જે આ વર્ષે અત્યાર સુધીનો સૌથી વધુ કહી શકાય છે.
પ્રદુષણ બાબતે સફર એ જણાવ્યું હતું કે અનુકૂળ પરિવહન-સ્તરના પવનની ગતિને કારણે દિલ્હીના PM 2.5 પ્રદૂષણમાં પરાળી સળગાવવાનો હિસ્સો વધીને 32 ટકા થયો છે. પરિવહન-સ્તરના પવનો વાતાવરણના સૌથી નીચા બે સ્તરો-ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયર-માં ફૂંકાય છે અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં ખેતરમાં સળગતી પરાળીનો ધુમાડો લાવે છે.
ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ બુધવારે પંજાબમાં 3,634 પરાળી બાળવાની ઘટનાઓ નોંધાવી હતી, જે આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. પંજાબમાં મંગળવારે આ સંખ્યા 1,842, સોમવારે 2,131, રવિવારે 1,761, શનિવારે 1,898 અને શુક્રવારે 2,067 હતી. જે હવે સતત વધતી જઈ રહી છે જેથી એમ કહી શકાય છે પરાળી બાળવાના કારણે આ સંપૂર્માણ નવસર્જીત પ્રદુષણ છે.