Site icon Revoi.in

દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો – ગ્રેપ 2ના પ્રતિબંધો હટાવી લેવાયા

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તા નબળી શ્રેણીમાં પહોંચી હતી જેને લઈને ગ્રેપ 2  હેઠળના પ્રતિબંધો લાગૂ કરાયા હતા જો કે હવે રાહતના સમાચાર મળી રહ્યા છએ રાજધાની ની હવાની ગુણવત્તા સુધરતી જોવા મળી છે.

હવાની ગુણવત્તા સુધરતાની સાથે જ  દિલ્હી-એનસીઆરમાં તબક્કાવાર  એક્શન પ્લાન  ના બીજા તબક્કા હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણોને તાત્કાલિક અસરથી હટાવવામાં આવ્યા છે. આ બાબતને લઈને  વિતેલા દિવસે  સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એર ક્વોલિટી ઈન્ડેક્સ પ્રમાણે દિલ્હીમાં AQI ‘મધ્યમ’ કેટેગરીમાં (164) નોંધવામાં આવ્યું હતું, આ સાથે જ જણાવાયું હતુ  કે 30 જાન્યુઆરીથી AQI સુધરી રહ્યો છે.