દિલ્હી:રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી જેમાં લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ હતું,જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા અનુસાર, દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સવારે 10.30 વાગ્યે 331 નોંધાયો હતો.
દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 304 અને નોઈડામાં 349 નોંધવામાં આવ્યો છે, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે.ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે સવારે 8.30 વાગ્યે સાપેક્ષ ભેજ 91 ટકા હતો.
IMD એ દિવસ માટે આંશિક વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે, જ્યારે મહત્તમ તાપમાન રવિવારે 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ સીઝનની સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું.