- દિલ્હીની હવા પ્રદુષિત બની
- લોકોને શ્વવાસ લેવું બન્યું મુશ્કેલ
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હી શિયાળાની શરુઆતમાં જ તેની હવાગુણવત્તા ખારબ થવાને લઈને જાણીતું છે ત્યારે હજી તો શિયાશળાનો આરંભ પણ થયો નથી ત્યા તો દિલ્હીવાસીઓને શ્વાસ લેવું પમ મુશક્લે બન્યું છે દિલ્હીની હવાની ગુણવત્તા ખારબ શ્રેણીમાં નોંધાઈ છે.
વિતેલા દિવસની જો વાત કરીએ તો બુધવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ સ્તરે પહોંચી જતાં, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના અધિકારીઓને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રથમ તબક્કા હેઠળના પગલાંનો અમલ કરવાનો આદેશ આપ્યો હતો. એક્શન પ્લાનમાં પ્રદૂષિત ઔદ્યોગિક એકમો સામે શિક્ષાત્મક અને કાનૂની કાર્યવાહીનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તા ગાઝિયાબાદમાં 248 AQI સાથે રહી છે. જ્યારે ફરીદાબાદ સિવાય, તમામ શહેરો ખરાબ શ્રેણીમાં નોંધાયા હતા. કેન્દ્રની એજન્સી સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ એ આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી હવાની ગુણવત્તામાં ફેરફાર થઈ શકે છે.
GRAP પર કેન્દ્રની સબ-કમિટીએ એક બેઠકમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં પ્રદેશમાં હવાની ગુણવત્તાના પરિમાણોમાં “અચાનક ઘટાડો” થયો છે અને દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક “નબળી” શ્રેણીમાં પહોંચી ગયો છે. . નોંધપાત્ર રીતે, 201 અને 300 ની વચ્ચેનો AQI ‘નબળો’ માનવામાં આવે છે.ત્યારે દિલ્હીની હવાનો એક્યૂઆઈ પણ નબળા સ્તરે જોવા મળ્યો છે.