દિલ્હી:રાષ્ટ્રીય રાજધાનીની હવાની ગુણવત્તા સતત ચોથા દિવસે અત્યંત નબળી શ્રેણીમાં નોંધવામાં આવી હતી.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. CPCBના ડેટા અનુસાર, ગુરુવારે સાંજે 6.30 વાગ્યે આનંદ વિહાર (428) અને અશોક વિહાર (405) એટલે કે ગંભીર શ્રેણીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) નોંધવામાં આવ્યો હતો.દિલ્હીના વજીરપુર, બવાના, જહાંગીરપુરી, મુંડકાએ ખૂબ જ નબળી શ્રેણીમાં AQI રેકોર્ડ કર્યો. NCR શહેરોમાં હવાની ગુણવત્તા – ગાઝિયાબાદ (373), નોઈડા (354), ગ્રેટર નોઈડા (368), ગુરુગ્રામ (362) અને ફરીદાબાદ (315) – અત્યંત નબળી શ્રેણીમાં નોંધાઈ હતી.
શૂન્ય અને 50 ની વચ્ચેનો AQI સારો, 51 અને 100 સંતોષકારક, 101 અને 200 મધ્યમ, 201 અને 300 નબળો, 301 અને 400 અત્યંત નબળો અને 401 અને 500 ગંભીર માનવામાં આવે છે.
IARIના પ્રોફેસર અને પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ વી.કે. સેહગલે જણાવ્યું હતું કે,ઓક્ટોબરના અંત સુધીમાં પરાલી સળગાવવાનો આંકડો સામાન્ય રીતે 2,000ની નજીક પહોંચી જાય છે.તે જ સમયે, તે નવેમ્બરના પ્રથમ બે અઠવાડિયામાં તેની ટોચ પર પહોંચે છે.તેમણે કહ્યું કે,આ સમયગાળા દરમિયાન, એક જ દિવસમાં 5,000 થી 6,000 જેટલા પરાલી સળગવાના કિસ્સાઓ પહોંચી જાય છે.