Site icon Revoi.in

દિલ્હીનું કનોટ પ્લેસ વિશ્વનું 17મા નંબરનું સૌથી મોધી ઓફીસ માર્કેટ બની – જેએલએલ રિપોર્ટમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સને પણ મળ્યું સ્થાન

Social Share

દિલ્હીઃ- દિલ્હીનું કનોટ પ્લેસ વિશ્વની 17મી સૌથી મોંઘી ઓફિસ તરીકે ઉભરી આવ્યું છે. વર્ષ 2021માં, કંપનીઓએ અહીં સ્થિત ઓફિસો માટે વાર્ષિક સરેરાશ 109 ડોલર એટલે કે લગભગ રૂ. 8175 પ્રતિ ચોરસ ફૂટનું ભાડું ચૂકવવું પડ્યું હતું. પ્રોપર્ટી એડવાઇઝરી ફર્મ જેએલએલનો તાજેતરનો રિપોર્ટમાં આ બાબત જર્શાવાય છે. વર્ષ 2020માં સૌથી મોંઘા ઓફિસ સ્થાનોની યાદીમાં કનોટ પ્લેસ 25મા ક્રમે હતું.

આ રિપોર્ટમાં વિશ્વના 112 શહેરોમાં 127 ઓફિસ માર્કેટને આવરી લેવામાં આવ્યા છે.મુંબઈનું બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) એ દેશનું બીજું સૌથી મોંઘું ઓફિસ માર્કેટ છે છે.

આ સાથે જ જેેલએલ એ મોંઘા ઓફિસ સ્પેસ પરના તેના મોનિટરિંગ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કનું મિડટાઉન અને હોંગકોંગ સેન્ટ્રલ 2021માં સંયુક્ત રીતે વિશ્વના સૌથી મોંઘા ઓફિસ સ્થાનો  રહ્યા હતા. ત્યાં ઓફિસ ભાડે આપવા માટે કંપનીઓએ વાર્ષિક સરેરાશ 261 ડોલર એટલે કે લગભગ રૂ. 19575 પ્રતિ ચોરસ ફૂટ ખર્ચ  આપવો પડતો હતો.બેઈજિંગનું  ફાઇનાન્સ સ્ટ્રીટ, લંડનનુ વેસ્ટ એન્ડ ,બેઈજિંગનું સિલિકોન વેલી અને સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ પણ વિશ્વના પાંચ સૌથી મોંઘા ઓફિસ સ્થળોમાં સ્થાન ધરાવે છે.

જો તમે રિપોર્ટ પર નજર નાખશો તો, વૈશ્વિક સ્તરે ટોચના દસ સૌથી મોંઘા ઓફિસ સ્થાનોમાંથી છ એશિયા પેસિફિક ક્ષેત્રમાં આવે છે. ભારતમાં દિલ્હીનું હૃદય કહેવાતા કનોટ પ્લેસમાં ઓફિસનું ભાડું સૌથી વધુ છે. આ પછી મુંબઈનું બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેક્સ આવે છે, જ્યાં કંપનીઓએ 2021માં દર વર્ષે 102 ડોલર એટચલે કે આશરે રૂ. 7650ના દરે ઓફિસ ભાડું ચૂકવવું પડતું હતું. તે જ સમયે, વૈશ્વિક સ્તરે જોતા, સૌથી મોંઘી ઓફિસ સ્પેસની યાદીમાં 23મા ક્રમે છે. 2020માં તે 22મા ક્રમે હતો.

દિલ્હી એનસીઆરનું ગુરુગ્રામ 91મા સ્થાનેથી 83મા સ્થાને આવી ગયું છે. અહીં હાલમાં ઓફિસ સ્પેસના એક ચોરસ ફૂટની કિંમત ગયા વર્ષે 48  યૂેસ ડોલરની સરખામણીએ 44 યુએસ ડોલર  છે. આ સિવાય, ચેન્નાઈમાં એક ચોરસ ફૂટ માટે તમારે દર વર્ષે 21 યુએસ ડોલર ચૂકવવા પડી શકે છે. તે વિશ્વનું ચોથું સૌથી સસ્તું ઓફિસ માર્કેટ છે.