Site icon Revoi.in

દિલ્લીનું પ્રદૂષણ સૌથી વધારે ભયંકર, દર વર્ષે 15 લાખ લોકોના થાય છે મોત: રિપોર્ટ

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો 5 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રદૂષણનું સ્તર વધ્યું છે. પરાળ સળગાવવાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. 3,500 સ્થળોએ પરાળ સળગાવવાની ઘટનાઓ બની રહી છે જેના કારણે AQI લેવલ પણ વધી ગયું છે.

આવામાં એક મીડિયા રિપોર્ટ એવો પણ સામે આવ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્લી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણથી દર વર્ષે 15 લાખ લોકોના મોત થાય છે. લોકો હવાના પ્રદૂષણને કારણે તેમના જીવનના 9.5 વર્ષ ગુમાવે છે. લંગ કેર ફાઉન્ડેશનનું કહેવું છે કે હવાના પ્રદૂષણને કારણે દર ત્રીજા બાળકને અસ્થમા છે. દિવાળીના અવસર પર રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ખૂબ જ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, ત્યારબાદ હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હતી.

વધારે પડતી ઠંડી એ પ્રદૂષણ વધવાનું કારણ નથી. અત્યારે પ્રદૂષણ વધુ છે કારણ કે હવે પરાળ સળગાવવામાં આવી રહી છે. દિવાળી પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને પવન પણ બિલકુલ ફૂંકાયો ન હતો. પરંતુ આ બધું નવેમ્બર સુધી રહેશે, ત્યારબાદ બરાબર થશે.

દિવાળી આસપાસ રાજધાનીની હવા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. આ જ કારણ છે કે વર્ષ 2016માં દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ લેવલ 431 પર પહોંચી ગયો હતો.

એક વર્ષ પછી, 2017 માં તે ઘટીને 319 થઈ ગયું, હવાની ગુણવત્તા હજુ પણ હાનિકારક શ્રેણીમાં રહી. વર્ષ 2018માં 7 નવેમ્બરે એર ક્વોલિટી ઈન્ડેક્સ 281 પર હતો, જ્યારે વર્ષ 2019માં તે 27 ઓક્ટોબરે 337 પર નોંધાયો હતો. એક વર્ષ પછી 2020 માં 14 નવેમ્બરે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 414 હતો, જે એક નવો રેકોર્ડ બન્યો. પરંતુ આ વખતે દિવાળીના બીજા દિવસે એર ક્વોલિટી ઈન્ડેક્સના સ્તરે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા અને તે 531 પર પહોંચી ગયો.