Site icon Revoi.in

દિલ્હીના સરાય કાલે ખાન ચોકનું નામ બદલીને ‘બિરસા મુંડા ચોક’ કરાયું

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના સરાય કાલે ખાન ચોકનું નામ હવે ‘બિરસા મુંડા ચોક’ હશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ‘આદિવાસી ગૌરવ દિવસ’ નિમિત્તે દિલ્હીમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે દિલ્હીના એલજી વીકે સક્સેના, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે ભગવાન બિરસા મુંડાનો જન્મ એક નાનકડા ગામમાં થયો હતો. આજે તેમની 150મી જન્મજયંતિ છે. આ વર્ષ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા ચોક્કસપણે આઝાદીના મહાન નાયકોમાંથી એક હતા. 1875માં માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે તેમણે ધર્મ પરિવર્તન સામે અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે સમગ્ર દેશ અને વિશ્વના 2/3 ભાગ પર અંગ્રેજોનું શાસન હતું. તે સમયે તેમણે ધર્માંતરણ સામે ઊભા રહેવાની હિંમત બતાવી હતી.

કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, હું આજે જાહેરાત કરી રહ્યો છું કે અહીંના ISBT બસ સ્ટેન્ડની બહારનો મોટો ચોક ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખાશે. આ પ્રતિમા અને તે ચોકનું નામ જોઈને માત્ર દિલ્હીના નાગરિકો જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ બસ સ્ટેન્ડ પર આવતા લોકો પણ તેમના જીવનથી ચોક્કસ પ્રેરિત થશે.

રાજધાની દિલ્હીમાં દાયકાઓ જૂના સરાય કાલે ખાનનું નામ બદલવામાં આવ્યું છે. હવે નવું નામ બિરસા મુંડા રાખવામાં આવ્યું છે. સરાય કાલે ખાનનું નામ સૂફી સંત કાલે ખાનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ વિસ્તાર દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં આવે છે અને રિંગરોડ નજીકના બિંદુ પરથી પસાર થાય છે. જ્યાં આજે સરાય કાલે ખાન બસ સ્ટેન્ડ, હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન છે અને નમો ભારત મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. સરાય કાલે ખાનની સૌથી નજીક નિઝામુદ્દીન, જંગપુરા છે અને થોડે આગળ આશ્રમ ચોક-લાજપત નગર છે. એવું કહેવાય છે કે કાલે ખાન 14મી-15મી સદીના સૂફી સંત હતા. જેમનું મુઘલ કાળ દરમિયાન દિલ્હીના આ વિસ્તારમાં વિશ્રામ સ્થાન હતું.