1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાને લઈને દિલ્હીની સ્થિતિ વણસીઃ- યલો શ્રેણીમાં પહોંચી રાજધાની, હવે રાત્રી કર્ફ્યૂના એંધાણ
કોરોનાને લઈને દિલ્હીની સ્થિતિ વણસીઃ- યલો શ્રેણીમાં પહોંચી રાજધાની, હવે રાત્રી કર્ફ્યૂના એંધાણ

કોરોનાને લઈને દિલ્હીની સ્થિતિ વણસીઃ- યલો શ્રેણીમાં પહોંચી રાજધાની, હવે રાત્રી કર્ફ્યૂના એંધાણ

0
Social Share
  • રાજધાની દિલ્હી યલો શ્રેણીમાં
  • અઠવાડિયા જરમિયાન સ્થિતિ વણસી
  • રાત્રી કર્ફ્યૂ લગાવાની જરુર

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હી પણ હવે એવી સ્થિતિમાં પહોંચી છે કે જ્યા રાત્રી કર્ફ્યૂ લાદવાની જરુર પડી શકે છે આ સાથે જ કોરોનાના વધતા કેસ મામલે તે હવે યલો શ્રેણીમાં પહોંચી છે.છેલ્લા આઠ દિવસમાં કોરોનાએ રાજધાની ગ્રીન શ્રેણીમાં હતી.હવે દિલ્હી નાઇટ કર્ફ્યુની સ્થિતિમાં પહોંચી ગયું છે.

આ બબાતને લઈને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા ગ્રેપ નિયમ અનુસાર, યલો શ્રેણીમાં રાજ્યમાં આગમન પર રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવો જોઈએ. જાણવા મળ્યું છે કે સરકાર એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લઈ શકે છે.જો સ્થિતિને કંટ્રોલમાં લેવી હોય તો નિષ્ણાંતોના પ્રમાણે આ જરુરી છે.

જાણકારી પ્રમાણે 18 થી 25 ડિસેમ્બરની વચ્ચે રાજધાનીમાં 1058 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા અને આ દરમિયાન ચાર દર્દીઓના મોત થયા હતા. શનિવારે એક હજાર સેમ્પલની તપાસમાં ચાર સંક્રમિત પણ નોંધાયા છે. આ તમામ આંકડાઓ ગ્રેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રથમ સ્તર સુધી પહોંચવાના માપદંડોને પૂર્ણ કરી રહ્યા છે.જેથી દિલ્હી યલો શ્રેણીમાં આવ્યું છે.આ સાથે જ 25 ડિસેમ્બરે એક હજાર સેમ્પલની તપાસમાં ચાર જણ સંક્રમિત જણાયા હતા. એ જ રીતે, 18 થી 25 ડિસેમ્બરની વચ્ચે, દૈનિક કોરોના સંક્રમણ દર 0.13 થી વધીને 0.43 ટકા થયો છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code