દિલ્હીમાં ધુમ્મસ વધતા લોકોની મુશ્કેલીમાં થયો વધારો
નવી દિલ્હીઃ દિલ્હી NCRની હવામાં રહેલા ઝેરે છેલ્લા કેટલાક દિવસોમાં લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ રહી છે. દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુરુગ્રામ સહિત NCRના તમામ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 33 અને લઘુત્તમ તાપમાન 17 રહેવાની સંભાવના છે.
દિલ્હી AQIઅનુસાર બુધવારે સવારે પ્રદૂષણનું સ્તર અલીપુરમાં 307, જહાંગીરપુરીમાં 322, લોનીમાં 308, મુંડકામાં 304, ન્યુ સરૂપ નગરમાં 302, પ્રશાંત વિહારમાં 306, પંજાબી બાગમાં 304 અને રોહિણીમાં 302 હતું. નોંધવામાં આવ્યા હતા. અન્ય ક્ષેત્રોમાં AQI નબળી શ્રેણીમાં છે. જો કે મંગળવારની સરખામણીએ આજે પ્રદૂષણમાંથી થોડી રાહત મળી છે.