Site icon Revoi.in

અમેરિકામાં ચાર્ટર પ્લેન મારફત વેક્સિનની ડિલીવરી શરુ – આ માટે ફાઈઝરે સુટકેસ આકારના બોક્સ તૈયાર કર્યા

Social Share

હાલ વિશ્વમાં કોરોનાને લઈને અનેક વેક્સિનના પરિક્ષણ ચાલી રહ્યા છે તો કેટલાક દેશોમાં વેક્સિન તેના અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે ત્યારે હવે અમેરિકા એકોરોનાની વેક્સિન પહોંચાડવા માટે ચાર્ટર ફ્લાઇટ્સની સેવા યસકરુ કરી છે. ફાઈઝરની કોરોના વેક્સિન યુનાઇટેડ એરલાઇન્સના વિમાન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ થોડા દિવસો પહેલા જ ફાઈઝરએ કહ્યુ હતું કે, તેની કોરોના રસી 95 ટકા અસરકારક છે.

ફાઈઝર કંપનીની યોજના પ્રમાણે અમેરિકામાં વેક્સિન સેન્ટરના ખૂબ જ નજીક સુધી ફ્લાઇટ્સ સેવાથી વેક્સિનને એક સ્થળેથી બજા સ્થળે પહોચાડવામાં આવશે. જો કે, વિતરણ કેન્દ્રથી લઈને વેક્સિન સેન્ટર સુધી કોરોનાની વેક્સિનને પહોંચાડવા માટે ત્રણ દિવસનો સમય લાગી શકે છે.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની પરવાનગી મળતા ડોઝ આપવાનું શરુ કરાશે

વોલ સ્ટ્રીટ જર્નલમાં રજુ કરવામાં આવેલા રિપોર્ટ મુજબ ફ્લાઇટ્સમાંથી વેક્સિન મોકલવી,ગ્લોબલ સપ્લાઈ અને વિતરણની એક મહત્વપૂર્ણ તૈયારી છે. એવી અપેક્ષા સેવાઈ રહી છે કે ડિસેમ્બરના અંતિમ દિવસોમાં અમેરિકામાં વેક્સિનના ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ટૂંક સમયમાં આ વેક્સિનને મંજૂરી આપી શકે છે.

ફાઈઝરની વેક્સિન માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ પર રાખવી જરુરી

યુનાઇટેડ એરલાઇન્સને વેક્સિન પહોંચાડવા માટે ફ્લાઇટ્સમાં મોટા પ્રમાણમાં બરફ રાખવા માટેની મંજૂરી આપવામાં આવી છે. ફાઈઝરની વેક્સિન માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ રાખવાની હોય છે. વેક્સિનની સપ્લાય માટે ફાઈઝરએ સુટકેસ આકારના બોક્સ પણ તૈયાર કર્યા છે જેમાં વેક્સિન સુકા બરફ સાથે વેક્સિને રાખવામાં આવશે.

ફાઈઝરની વેક્સિનના લાખો ડોઝ પહેલાથી જ કંપનીના સ્ટોરમાં છે

આ પહેલા પણ ફાઈઝરએ જણાવ્યું હતું કે, યુએસ અને યુરોપમાં કંપનીના સ્ટોરમાં વેક્સિનના લાખો ડોઝ છે જેને લઈને વિતરણની તૈયારી કરવામાં આવી રહી છે જેથી રસીકરણની મંજૂરી મળતાની સાથે  ડોઝ આપવાનું કાર્ય શરૂ થઈ શકે. કંપની એક દિવસમાં 20 ફ્લાઇટ્સથી વેક્સિનની ડિલીવરી કરી શકે છે.

સાહીન-