Site icon Revoi.in

બ્રિટન બાદ હવે દક્ષિણ આફ્રિકાના એક પ્રાંતમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો કહેર

Social Share

દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યાં હવે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. બ્રિટન બાદ હવે દક્ષિણ આફ્રિકાના એક પ્રાંતમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો કહેર જોવા મળ્યો છે. કોવિડ -19 નો ડેલ્ટા સ્વરૂપ દક્ષિણ આફ્રિકાના આર્થિક હબ ગણાતા ગાઉતેંગ પ્રાંતમાં રોજિંદા વધતા જતા સંક્રમણ માટે જવાબદાર હોઈ શકે છે.એક પ્રમુખ મહામારી વિશેષજ્ઞએ આ વાત કહી છે. વાયરસનું ડેલ્ટા સ્વરૂપ ભારત સહિત ઓછામાં ઓછા 85 દેશોમાં મળી આવ્યું છે.

વિટ્સ યુનિવર્સિટીના રસી અને સંક્રામક રોગ વિશ્લેષણાત્મક સંશોધન એકમના ડિરેક્ટર શબીર માધીએ જણાવ્યું હતું કે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેબલ ડિસીઝિસ આવતા અઠવાડિયે સત્તાવાર આંકડા જાહેર કરશે, પરંતુ આશંકા છે કે ડેલ્ટા સ્વરૂપને કારણે સંક્રમણમાં વધારો થયો છે.જે બીટા સ્વરૂપને મુકાબલે 60 ટકા વધુ સંક્રામક છે.બીટા સ્વરૂપ સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું.

માધીની આ ટિપ્પણી ત્યારે આવી જયારે ગાઉતેંગની હોસ્પિટલોમાં બેડની અછત થઇ અને સ્મશાનગૃહ પણ ઓછા પડવા લાગ્યા.જેની ખાસ અસર ભારતીય સમુદાય પર પડી છે. માધીએ શનિવારે કહ્યું હતું કે, પહેલા બે લહેરોમાં સંક્રમણ લગાવેલા લોકોને હજી પણ ફરીથી સંક્રમણ લાગવાનું જોખમ છે

અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના 19 લાખથી વધુ કેસ નોંધાયા છે અને 59,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.