નવી દિલ્હીઃ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સોનાની માંગ 17 ટકા ઘટીને 112.5 ટન થઈ હતી, કારણ કે ભાવની અસ્થિરતાને કારણે વપરાશ અને ઊંચા ભાવને અસર થઈ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 135.5 ટન હતું. કાઉન્સિલે કહ્યું કે આ વર્ષ દરમિયાન માંગમાં ઘટાડો થવાની સંભાવના છે. બીજી તરફ રિસાયકલ સોનાની માંગ 25 ટકા વધારો નોંધાયો છે.
કાઉન્સિલના જણાવ્યા અનુસાર, સોનાના દાગીનાની માંગને ઊંચા ભાવને કારણે ભારે ફટકો પડ્યો છે. તે એક વર્ષ અગાઉ 94.2 ટનથી ઘટીને 78 ટન પર આવી ગયું છે. સોનાના ભાવમાં વધારો અને ઓછા શુભ દિવસો અને ભાવમાં વધુ ઘટાડાની આશાએ લોકોએ સોનું ખરીદવાની તેમની યોજના મોકૂફ રાખી હશે. પ્રથમ ક્વાર્ટરમાં સોનામાં રોકાણની માંગ 8% ઘટીને રૂ. 17,200 કરોડ થઈ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 18,750 કરોડ હતી. રિસાયકલ સોનાની માંગ 25 ટકા વધીને 34.8 ટન થઈ છે જે એક વર્ષ અગાઉ 27.8 ટન હતી.
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સોનુ અને ચાંદીની કિંમતમાં રોકેટ ગતિએ વધારો થયો છે. જેના પરિણામે હવે સામાન્ય પરિવાર માટે સોનાની ખરીદી કરવું હવે એક સ્વપ્ન સમાન બની ગયું છે. બીજી તરફ કિંમતમાં વધારા વચ્ચે સોનાની માગમાં ઘટાડો થયો છે. સમગ્ર દુનિયામાં સોનાની સૌથી વધારે આયાત કરતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાંદીની માગમાં વધારો જોવા મળ્યો છે.