જુનાગઢઃ શિવરાત્રીના મેળાને હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે કોરોનાને લઈને સરકારની મંજુરી હશે તો જ મેળાનું આયોજન કરવામાં આવશે. પરંતુ કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે તમામ ધાર્મિક વિધિ કરવામાં આવશે. તંત્ર દ્વારા પણ આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. 25 ફેબ્રુઆરીના સવારે 8 વાગ્યે સુદર્શન તળાવમાં સ્નાન કરી ભવનાથ મંદિરમાં સાધુ, સંતો, પદાધિકારીઓ, ઉતારા મંડળ, નગરશ્રેષ્ઠીઓની હાજરીમાં ધ્વજા રોહણ કરી લઘુકુંભ મહા શિવરાત્રી મેળાની શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે. જ્યારે 1 માર્ચના મહા શિવરાત્રીની મધ્યરાત્રિના શાહી સ્નાન સાથે મેળાની પુર્ણાહૂતિ કરાશે.
જ્ઞાતિ સમાજો-ટ્રસ્ટોના ઉતારા મંડળના ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે, જ્ઞાતિ સમાજો-ટ્રસ્ટોનું ઉતારા મંડળની બેઠક મળી હતી જેમાં 25 ફેબ્રુઆરીના સવારે 8 વાગ્યે સુદર્શન તળાવમાં સ્નાન કરી ભવનાથ મંદિરમાં સાધુ, સંતો, પદાધિકારીઓ, ઉતારા મંડળ, નગરશ્રેષ્ઠીઓની હાજરીમાં ધ્વજા રોહણ કરી લઘુકુંભ મહા શિવરાત્રી મેળાની શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે. જ્યારે 1 માર્ચના મહા શિવરાત્રીની મધ્યરાત્રિના શાહી સ્નાન સાથે મેળાની પુર્ણાહૂતિ કરશે. આમ, જ્ઞાતિ સમાજો-ટ્રસ્ટો દ્વારા લઘુકુંભ મહા શિવરાત્રીના મેળાની ઉજવણી માટે તૈયારી કરાઇ રહી છે. ત્યારે આ મામલે જિલ્લા વહિવટી તંત્ર, મહાનગરપાલિકા, વનતંત્ર ,પોલીસ તંત્ર વગેરેએ સમાજ શ્રેષ્ઠીઓ, સાધુ, સંતો અને જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોના ઉતારા મંડળ સાથે બેઠક કરી લઘુકુંભ મહા શિવરાત્રી મેળાનું આયોજન કરવું જોઇએ.
આ અંગે વહેલી જાહેરાત કરવામાં આવે તો ઉતારા મંડળોને પણ વ્યવસ્થા કરવામાં સરળતા રહે. ત્યારે આ અંગે નિર્ણય કરી સત્વરે પ્લોટની ફાળવણી કરે જેથી રાવટી નાંખી રસોડું ચાલુ કરવા અંગે આયોજન કરી શકાય. પોલીસ દ્વારા પાસનું વિતરણ કરવામાં આવે, જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સફાઇ, લાઇટ, પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત રોપ વે શરૂ રાખવામાં આવે તેમજ સુદર્શન તળાવની સાફ સફાઇ કરી તે જળ અનામત રાખવામાં આવે તેવી પણ માંગ કરાઇ છે. (file photo)