Site icon Revoi.in

પીએમ મોદીને નોબેલ પુરસ્કરાર આપવાની માંગ -બીએસઈના સીઈઓએ કરી સરહાના

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જાય છે.ત્યારે હવે પીએમ મોગીને નોબેલ પુપરસ્કાર આપવાની પણ માંગ કરવામાં આવી છે ,પ્રાપ્ત જાણકારી પ્રમાણે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીઈઓ આશિષ ચૌહાણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોબેલ પુરસ્કાર આપવા માટે વિચારવું જોઈએ. 

વિતેલા દિવસને શુક્રવારે કલકત્તાની ભારતીય સંસ્થાના દીક્ષાંત સમારોહમાં બોલતા, તેમણે કહ્યું કે લગભગ 80 કરોડ લોકોને લાભ આપતી મફત રાશન યોજના “સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવેલા કામ કરતાં ઘણી મોટી છે, જેણે નોબેલ પુરસ્કાર જીત્યો હતો. ગયા વર્ષે જીત્યો હતો.’

પીએમ મોગદીને આ પુરસ્કાર આપવા માટે ચૌહાણે કોવિડ -19 મહામારી દરમિયાન સરકારની સિદ્ધિઓની પ્રસન્નતા કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે એક ભારતીય નાગરિક તરીકે દેશના ગરીબોને આપવામાં આવતી માનવતાવાદી સહાય પર આપણને ગર્વ હોવો જોઈએ.

પીએમ મોદીની સિદ્ધીઓ ગણાવતા તેમણે કહ્યું કે  ‘કોવિડ દરમિયાન 80 કરોડ લોકોને મફત રાશન આપવાની મર્યાદામાં અમને તમામ સુવિધાઓ આપવા બદલ અમે સરકારના આભારી છે. આજે પણ આ એક અવિશ્વસનીય કાર્ય છે, જેને આપણે કે દુનિયાએ સ્વીકાર્યું નથી. આ દરમિયાન, તેમણે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને ગયા વર્ષે નોબેલ પુરસ્કાર જીતનાર સરકારના પ્રયાસોની તુલના કરી.

“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના તરીકે ઓળખાતી મફત રાશન યોજનાએ ભારતના ગરીબ નાગરિકોને અરાજકતા અને દુઃખમાંથી બચાવ્યા છે જે આપણે ચીન સહિત અન્ય દેશોમાં ફેલાતા જોઈ રહ્યા છીએ. આખા યુરોપ કે અમેરિકા, મેક્સિકો અને કેનેડા અથવા સમગ્ર દક્ષિણ અમેરિકન દેશો કરતાં બે વર્ષથી વધુ સમય માટે મફત ખોરાક આપવામાં આવતા લોકોની સંખ્યા વધુ હતી.જેથી પીએમ મોદી આ પુરસ્કારને પાત્ર બને છે.