દેશભરમાં સેન્ટ્રલ બોર્ડની પરિક્ષાઓ રદ કરવાની માંગ – ટ્વિટર પર ‘કેન્સલ બોર્ડ એક્ઝામ 2021’ અભિયાન શરુ
- સેન્ટ્રલ બોર્ડની પરિક્ષા રદ કરવાની માંગ
- ટ્વિટર અભિયાન -હેશટેગ કેન્સલ બોર્ડ પરીક્ષા 2021 ના
દિલ્હી – દેશભરમાં કોરોનાની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે,ત્યારે તેની સૌથી માઠી અસર શૈક્ષિક સંસ્થાઓ પર પડેલી જોઈ શકાય છે,આવી સ્થિતિમાં પરિક્ષાઓ લેવી જોખમને નોતરી શકે છે ત્યારે હવે સમગ્ર દેશભરમાં પરિક્ષાઓ રદ કરવા અંગેની પણ માંગ ઉઠવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની પરીક્ષાઓ આવતા મહિના એટલે કે 4 મેથી શરૂ થવાની છે. આવી સ્થિતિમાં કોરોના વધતા જતા કેસોના ડરથી પરીક્ષાઓ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
આ મામલે ટ્વિટર પર કેન્સલ બોર્ડ પરીક્ષા 2021 ના હેશટેગથી એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ હેશટેગ સાથે જેવી શિક્ષા તેવી પરિક્ષા વાળું પોસ્ટર પણ વાયરલ થઈ રહ્યું છે. આ સાથે જ લોકોને10 એપ્રિલના રોજ ઇન્ડિયા ગેટ પાસે એકત્રીત થવાની અપીલ કરવામાં આવી છે. જેથી કરીને બોર્ડની પરીક્ષા રદ કરવાની વાત સરકાર સુધી પહોંચાડી શકાય.
દેશભરમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં ભારત સરકારને બોર્ડની પરીક્ષા રદ કરવા અથવા મુલતવી રાખવા વિનંતી કરવામાં આવી રહી છે. એક ટ્વિટ કરવામાં આવી છે કે, મેક્સિકોમાં 1300 કેસમાં પરીક્ષા રદ કરવામાં આવી છે, સાઉદી અરેબિયામાં 541 કેસમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, કુવૈતમાં 1400 કેસમાં પરીક્ષા છે. જ્યારે ભારતમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા લાખોમાં જોવા મળે છે અને પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.
એક ટ્વિટ એવી પણ કરવામાં આવી છે કે આ વર્ષે બોર્ડની પરીક્ષા રદ થવી જોઈએ , અમે વિદ્યાર્થીઓ તમને વિનંતી કરી રહ્યા છીએ. તમે ઘોરણ 10 અને 12 વિશે શા માટે કોઈ નિર્ણય નથી લઈ રહ્યા અને સ્વાસ્થ્ય કરતાં પરીક્ષાઓને વધારે મહત્વ આપી રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપવા માટે તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે વધતા જતા કેસોના કારણે ભીડ એકત્રીત ન થાય તે ખાસ જરુરી છે, જો એવી સ્થિતિમાં ઓફલાઈન પરિક્ષાઓ લેવાય છે તો વિદ્યાર્થીઓ મોટ ભાગે કોરોના સંક્રમિત થવાનો ડર રહે છે, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ સહીતના લોકો પરિક્ષાઓ રદ કરવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે.
સાહિન-