બિહાર બાદ આ રાજ્યમાં ‘જાતિ આધારિત સર્વે’ કરવાની માંગણી – બીજેપી સરકારને લખ્યો પત્ર
- બિહાર બાદ હવે આ રાજ્ય એ જાતિ આધારિત સર્વેની કરી માંગ
- આ મામલે મહારાષ્ટ્ર સરકારે બીજેપીને પત્ર લખ્યો
મુંબઈઃ-તાજેતરમાં જ બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણનો પ્રથમ તબક્કો ચાલુ થયો છે ત્યારે હવે જાતિ આધારિત સ્રવેને લઈને મહારાષ્ટ્રે પણ માંગણી કરી છે , બિહારની જેમ હવે મહારાષ્ટ્રે ઓબીસી સમુદાયના અગ્રણી નેતાઓમાંના એક એનસીપીના છગન ભુજબળે રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખીને ઓબીસી સર્વેની માંગણી કરી છે.
તેમણે પત્રમાં જણાવ્યું હતું કે બિહારે તાજેતરમાં ઓબીસીની સ્વતંત્ર વસ્તી ગણતરી શરૂ કરી છે. તમિલનાડુ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોએ પણ OBC વસ્તી ગણતરીની કવાયત શરૂ કરી દીધી છે જે રાજ્યના વિકાસ માટે ઉપયોગી સાબિત થઈ છે. મહારાષ્ટ્રમાં ઓબીસી વસ્તી ગણતરી કરાવવાની અમારી માંગ લાંબા સમયથી પડતર છે.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઓબીસીની વસ્તી ગણતરી કરાવવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે. એટલા માટે રાજ્ય સરકારે બિહારની તર્જ પર આ કામ કરવું જોઈએ.પત્રમાં છગન ભુજબળે કહ્યું છે કે ઓબીસી, વિમુક્ત જાતિ, વિચરતી જાતિઓ અને વિશેષ પછાત વર્ગોની સંખ્યાનું દસ્તાવેજીકરણ કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરી, 2020 ના રોજ, મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારમાં સમગ્ર દેશમાં OBC સર્વેક્ષણ કરવા માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.