- દિવાળીને ગણતરીના દિવસો બાકી
- લોકોમાં જોવા મળ્યો નવો ટ્રેન્ડ
- મીઠાઇની જગ્યાએ લોકોને પસંદ આવ્યું ડ્રાયફ્રૂટસ અને ચોકલેટ્સ
રાજકોટ: દેશમાં દિવાળીનો માહોલ છે, લોકોમાં ખરીદીને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. બજારોમાં ભીડ કાબૂમાં આવે તેમ નથી, આવામાં રાજકોટ શહેરમાં વસતા લોકોમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વાત એવી છે કે કંદોઈ-ફરસાણનો ધંધો કરનાર લોકોને આશા હોય કે તહેવાર સમયે તેમનો પણ ધંધો વધશે અને લોકો ખરીદી માટે આવે પણ આ વખતે કાંઈક અલગ જોવા મળી રહ્યું છે.
આ વખતે એવું લાગે છે કે લોકોને ચોક્લેટ્સ અને ડ્રાયફ્રૂટ ખરીદવામાં વધારે રસ છે. શહેરના બજારોમાં મીઠાઇના બદલે ડ્રાયફ્રૂટની માંગ વધી રહી છે. વધુ પડતાં લોકો ડ્રાયફ્રૂટની ખરીદી કરી રહ્યા છે. આગામી સમયમાં બજારમાં ડ્રાયફ્રૂટસ અને ચોકલેટની વધુ માંગ જોવા મળશે તેવી વેપારી આશા વ્યકત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ડ્રાયફ્રૂટની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેના કારણે પણ આ પ્રકારનો ટ્રેન્ડ આવ્યો હોઈ શકે. પણ આ પ્રકારના ટ્રેન્ડથી અને લોકોને વ્યવ્હારથી કંદોઈ-ફરસાણનો ધંધો કરનાર લોકોને મોટો ફટકો પડી શકે છે. આમ તો તહેવારના સમયે દર વખતે લોકો મીઠાઈ ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે પણ આ વખતનો સમય કંદોઈનો ધંધો કરનાર લોકો માટે મુશ્કેલીભર્યો રહેવાની પણ સંભાવના છે.