ઉત્તરપ્રદેશની જેમ પર હવે બિહાર અને મધ્યપ્રદેશમાં પણ વસ્તી નિયંત્રણનો કાયદો ઘડવાની માંગ
- મધ્ય પ્રદેશ અને બિહારમાં પણ વસ્તી નિયંત્રણ કાનૂનની માંગ
- આ પહેલા ઉત્તપપ્રદેશે બનાવ્યો કાયદો
દિલ્હીઃ- તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની સરકારે વધતી વસ્તી સામે રાજ્યમાં અનેક મહત્વના પગલા લીઘા છે, રાજ્યની યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદો ઘડવાની જાહેરાત કરી છે, જેમાં એકથી વધુ બાળકો હોવા પર સરકારી નોકરી નહી અને એક બાળક હોવા પર સરકાર તરફથી પ્રોત્સાહન જેવા નિયમો લાગૂ કરવામાં આવ્યા છે, જો કે ઉત્તર પર્દેશબાદ હવે અન્ય રાજ્યો પણ એ ક્રમમાં આવવાના પ્રયત્નો હેછળ જોવા મળી રહ્યા છે
ઉત્તરપ્રદેશની તર્જ પર હવે મધ્યપ્રદેશ અને બિહારમાં પણ વસ્તી નિયંત્રણનો કાયદો બનાવવાની માંગ ઉઠવા પામી છે,ઉત્તરપ્રદેશે પ્રસ્તાવિત કાયદાનો મુસદ્દો પહેલાથી જ તૈયાર કરી લીધો છે, ઉત્તરપ્રદેશમાં ઘડવામાં આવેલા કાયદા પ્રમાણે બેથી વધુ બાળક ધરાવતા લોકોને સરકારી નોકરી અને અન્ય કલ્યાણકારી યોજનાના લાભ આપવામાં આવશે નહી. બિહારમાં તો આ મુદ્દે ભાજપ અને નીતિશ કુમાર વચ્ચે મતભેદનુ સ્તર વધતુ જોવા મળી રહ્યું છે. બિહારમાં ભાજપના સમ્રાટ ચૌધરીએ ઉત્તર પ્રદેશના તર્જ પર વસ્તી નિયંત્રણ કાયદો બનાવવાની અપીલ કરી છે.
બીજેપીના નેતા ચૌધરી વસ્તી નિયંત્રણના કાયદો લાવવાની બાબતે કહ્યું હતું કે, ‘આપણે વસ્તીને નિયંત્રિત કરવા માટે આ પ્રકારનો કાયદો બનાવવો જોઇએ. નીતિશે સૌથી પહેલાં ૨૦૦૬-૦૭માં આ કાયદો લાગુ કર્યો હતો. તેના આધારે બેથી વધુ બાળક ધરાવતા લોકો ચૂંટણી લડી નહોતા શકતા. તેમણે કહ્યું હતું કે, વસ્તીને નિયંત્રિત કરવામાં નહીં આવે તો લોકોને શિક્ષણ નહીં મળે, તેમની આર્થિક સ્થિતિ પણ સુધરતી જેવા મળશે નહી.
જો કે આ સમગ્ર બાબતે સોમવારના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે કાયદો બનાવવાથી વસ્તી નિયંત્રિત નહીં થાય. તેના માટે લોકોને શિક્ષિત તથા જાગૃત કરવાની પણ જરુર છે, આ કાયદો યૂપીમાં લાગૂ કરાયો છે જો કે બિહારમાં પણ તેનો અમલ થાય જ તે જરુરી નથી.