- દિવાળીના તહેવાર પર સ્વદેશી વસ્તુઓની માગ
- ચીને અંદાજે 60 હજારનો ફટકો પડશે
દિલ્હીઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે દરેક શહોરાના માર્કેટમાં ભારે ભીડ થઈ રહી છે , દિવાળીને લગતી ચીજ વસ્તુઓનં વેચાણ શરુ થી ચૂક્યપું છે ત્યારે આ વખતે નાર્કેટમાં સ્વદેશી વસ્તુઓની માગ વધતી જોવા મળી છે.
ભારતીય વસ્તુઓની માગ સાથે આ વખતે ભારતીય બજારમાં ચાઈનીઝ વસ્તુઓનો કારોબાર સુસ્ત રહેવાનો છે. દુકાનદારો ‘મેડ ઈન ઈન્ડિયા’ ઉત્પાદનોનો પ્રચાર કરી રહ્યા છે. આ અંગે ભારતીય વેપારીઓના મોટા સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે અનુમાન લગાવ્યું છે કે આ દિવાળીની સિઝનમાં ચીનને લગભગ 60 હજાર કરોડનું નુકસાન થઈ શકે છે.
કારણ કે આ વર્ષ દરમિયાન માર્કેટમાં ચાઈનિઝ ઉત્પાગદન ઘટ્યા છે,ખૂબ જ ઓછા પ્રમાણમાં ચાઈનિઝ ચીજ વસ્તુઓ જોવા મળી રહી છે જેના પરથી અંદાજો લગાવી શકાય છે ભારતીય વસ્તુઓની માંગ વધી રહી છે.
આ મામલે CAIT દ્રારા દુકાનદારો પર કરાયેલા સર્વે અનુસાર આ દિવાળીની સિઝનમાં ચીનને ભારતીય બજારમાંથી લગભગ 60 હજાર કરોડનો ફટકો પડી શકે છે.આ બાબતે CAITના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, જો આપણે દિવાળીના તહેવારની પૂજાથી લઈને ઘરની સજાવટ સુધીની વસ્તુઓ વિશે વાત કરીએ તો આ વર્ષેચીનને લગભગ 60 હજાર કરોડનું બિઝનેસ નુકસાન પહોંચાડવાની આશા છે. ”
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર મેક ઈન ઈન્ડિયાને વધુ પ્રોત્સાહન આપી રહી છે જેને લઈને સમય જતાં ભારતીય બજારે સ્વદેશી ચીજવસ્તુઓ પર વિશ્વાસ દર્શાવવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે ભારતીય બજારથી ચીન સુધીનો આંચકો વર્ષ-દર વર્ષે વધતો જઈ રહ્યો છે.