Site icon Revoi.in

કાળઝાળ ગરમીને લીધે લીંબુની માગ વધી, લીંબુના ભાવ કિલો રૂપિયા 130થી 160 પહોંચ્યા

Social Share

અમદાવાદ: ગુજરાતમાં અસહ્ય તાપમાનને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આવક ઘટતા ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગરમીની લીધે લીંબુની માગ વધી છે. તેના લીધે લીંબુના પ્રતિકિલોના ભાવ રૂપિયા 130થી 160 પહોંચ્યા છે. ઉપરાંત લીલા શાકભાજી અને સૂકા લસણના ભાવમાં વધારો થયો છે. જેમાં દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં 5 થી 27 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે સૂકા લસણના ભાવ તો આસમાને પહોંચ્યા છે.

અમદાવાદના એપીએમસી માર્કેટમાં લીલા શાકભાજીના ભાવ જોઈએ તો બટાકા 20 રૂપિયા પ્રતિ કિલો, ડુંગળી 21 રૂપિયા પ્રતિ કિલો, રીંગણ 20 રૂપિયા પ્રતિ કિલો, કોબીજ 13 રૂપિયા પ્રતિ કિલો, ફુલાવર 40 રૂપિયા પ્રતિ કિલો, વાલોર 70 રૂપિયા પ્રતિ કિલો, ટામેટા 25 રૂપિયા પ્રતિ કિલો, ચોળી 80 રૂપિયા પ્રતિ કિલો, મરચા 30 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 85 રૂપિયા પ્રતિ કિલો, આદુ 108 રૂપિયા પ્રતિ કિલો, દૂધી 18 રૂપિયા પ્રતિ કિલો, વટાણા 65 રૂપિયા પ્રતિ કિલો અને ભીંડા 45 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.

આ ઉપરાંત યાર્ડમાં કાકડી 35 રૂપિયા પ્રતિ કિલો, કારેલા 45 રૂપિયા પ્રતિ કિલો, ગવાર 40 રૂપિયા પ્રતિ કિલો, મેથી 55 રૂપિયા પ્રતિ કિલો, કોથમીર 40 રૂપિયા પ્રતિ કિલો, ફુદીનો 30 રૂપિયા પ્રતિ કિલો, ગાજર 20 રૂપિયા પ્રતિ કિલો, સૂકું લસણ 220 રૂપિયા પ્રતિ કિલો, રતાળુ 65 રૂપિયા પ્રતિ કિલો, સુરણ 90 રૂપિયા પ્રતિ કિલો, સરગવો 40 રૂપિયા પ્રતિ કિલો, પરવર 60 રૂપિયા પ્રતિ કિલો, ગિલોડા 60 રૂપિયા પ્રતિ કિલો, તુરીયા 40 રૂપિયા પ્રતિ કિલો, ગલકા 15 રૂપિયા પ્રતિ કિલો, બીટ 15 રૂપિયા પ્રતિ કિલો અને રવૈયા 35 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે.

વેપારીઓના કહેવા મુજબ ત્રણ દિવસ પહેલાના ભાવની સરખામણીમાં આજે રીંગણ, કોબીજ, ટામેટા, ચોળી, મરચા, દૂધી, ભીંડા, કાકડી, કારેલા, કોથમીર, ફૂદીનો, ગાજર, સૂકું લસણ, સુરણ, સરગવો, પરવર, બીટ વગેરેના ભાવમાં 5 રૂપિયાથી લઈને 27 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. હજુ પણ આગામી સમયમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે.