Site icon Revoi.in

કોરોનાના વધતા કેસો વચ્ચે આ રાજ્યમાં મલ્ટી વિટામીન્સ અને વિટામીન્સ-સી ની માંગમાં વધારો

Social Share

 

દહેરાદૂન- દેશભરમાં રકોરોનાની ત્રીજી લહેર પીક પર જોવા મળી રહી છે ત્યારે દેશના રાજ્ય ઉત્તરાખંડમાં કોરોનાના કેસ વધતા જતા અનેક લોકો વિટામીન્સની દવાઓ લઈ રહ્યા છે જેને લઈને આ પ્રકારની વિટામીન્સની દવાઓની માંગમાં વધારો નોંધાયો છે.

ઉત્તરાખંડમાં કોરોનાના કેસ વચ્ચે આવશ્યક દવાઓની માંગ પણ વધવા લાગી છે. કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓના વપરાશમાં 30 ટકાથી વધુનો વધારો નોંધવામાં આવ્યો છે. દવાઓના પૂરતા પુરવઠાને કારણે, તે દર્દીઓને બજારમાં સરળતાથી મળી રહે છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રાહતની વાત એ છે કે રસીકરણ અને હળવા લક્ષણોના કારણે ગંભીર કેસ સામે નથી આવી રહ્યા.

જેના કારણે કોરોનાની બીજી વેવની જેમ રેમડેસિવીર ઈન્જેક્શન, સ્ટેરોઈડ વગેરેની જરૂર વર્તાઈ રહી નથી. તાવની દવા પેરાસીટામોલ, વિટામીન સી વગેરે ડોક્ટરની સલાહથી લેવાથી દર્દીઓ સાજા થઈ રહ્યા છે. જેના કારણે દવાઓની માંગ વધી છે.ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણની સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે. મંગળવારે રાજ્યમાં 4 હજાર 482 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા અને છ સંક્મિતોના લ મોત થયા હતા.ત્યારે આવી સ્થિતિમાં કોરોનામાં લેવાતી વિટામીન્સની દવાઓની માંગ વધતી જોવા મળી છે.

 

જો રાજ્.માં રેમડેસિવિરની વાત કરવામાં આવે તો કોરોનાના આ ત્રીજી તરંગમાં તેની જરૂર વર્તાઈ રહી નથી. રાજ્.માં અત્યાર સુધી એક દર્દીને જ આ ઈન્જેક્શન અપાયું છે.કોરોના પીડિતોની સારવારમાં ઉપયોગમાં લેવાતા એઝિથ્રોમાસીન, વિટામિન સી, પેરાસિટામોલની માંગમાં 35 ટકાનો વધારો થયો છે.