Site icon Revoi.in

નર્મદ યુનિવર્સિટી સંલગ્ન ખંડિત કોલેજોના સ્ટાફને ફારેગ કરવાના નિર્ણય પર પુનઃ વિચારણાની માગ

Social Share
સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં પ્રથમ વર્ષથી જે કોલેજોનું જોડાણ ખંડીત થાય તેવી કોલેજોના આચાર્યો અને અધ્યાપકોને યુનિ.ના અધિકાર મંડળમાંથી ફારેગ કરવાના લેવાયેલા નિર્ણય ઉપર પુનઃવિચારણા કરવામાં આવે તેલી માંગણી સિન્ડિકેટ સભ્ય દ્વારા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગત તા.૨૭મીના રોજ સિન્ડિકેટની મળેલી બેઠકના એજન્ડાના ઠરાવ નં.૧૮થી રજૂ થયેલા એ કામ કે જેમાં યુનિ. સંલગ્ન જે કોલેજોનું પ્રથમ વર્ષનું જોડાણ ખંડિત થાય તેવી કોલેજોના અચાર્યો અને અધ્યાપકોને યુનિવર્સિટીના અધિકાર મંડળમાંથી ફારેગ કરવામાં આવશે. જોકે આ મદ્દે સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ કુલપતિને સંબોધિને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે સિન્ડિકેટે આ જે નિર્ણય લીધો છે. તેમાં યુનિવર્સિટી એક્ટ ૫૯(૨)(એ) મજુબ રાજ્ય સરકારનું માર્ગદર્શન લેવું જરુરી છે.
આ અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા ભગવાન મહાવીર યુનિવર્સિટી, આઇ.આઇ.ટી.ઇ. સ્ટેટ યુનિવર્સિટી અને અન્ય બીજી કેટલીક યુનિવર્સિટીઓને પ્રાઇવેટ યુનિવર્સિટીનો દજ્જો આપ્યો છે. ત્યારે આવી કોલેજો અને યુનિવર્સિટીઓના અધ્યાપકો અને આચાર્યોને કોલેજના છેલ્લા વર્ષના જોડાણ સુધી યુનિવર્સિટીના અધિકાર મંડળમાં રહેવા દેવામાં આવ્યા છે. તેવા સંજોગોમાં હાલમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હસ્તકની કોલેજો, વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજના પ્રથમ વર્ષથી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ઓછા અને નર્મદ યુનિવર્સિટીમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોવાથી આવી દરેક કોલેજોનું છ્લ્લા વર્ષનું જોડાણ રદ થાય પછી જ આવી તમામ કોલેજોના અધ્યાપકો અને આચાર્યોને નર્મદ યુનિ.ના અધિકાર મંડળમાંથી ફારેગ કરવા જોઇએ.માટે યુનિ.ની સિન્ડિકેટે લીધેલ પોતાના નિર્ણયન ઉપર પુનઃ વિચારણા કરવી જોઇએ. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ મદ્દે કુલપતિ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.