કોરોના માટે વપરાતી દવા અને સાધનો પર GST દર ઘટાડવા માંગણી
દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ રેમડેસીવીર ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ છે. બીજી તરફ કોરોનાની મોંઘી દવાઓથી લોકો આર્થિક ભીંસમાં મુકાય તેવી શકયતા છે. જેથી તમામ રાજ્યોએ કોરોના માટે વપરાતી દવા તથા સાધનો પરનો જીએસટી દર ઘટાડવા રાજયોએ માંગણી કરી છે. એટલું જ નહીં આ માટે જીએસટી કાઉન્સીલની બેઠક તાકીદે બોલાવવાની રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિવિધ રાજ્યોએ રેમડેસીવીર, મેડીકલ, ઈન્જેકશન, તથા સંલગ્ન દવા-સાધનો પરનો જીએસટી વર્તમાન 12 ટકાથી ઘટાડવા અથવા સંપૂર્ણ કરમુકત કરવાની માંગ કરી છે. છેલ્લા છ મહિનાથી જીએસટી કાઉન્સીલની બેઠક મળી નથી. જીએસટી સ્લેબનું સરળીકરણથી માંડીને અનેક નિર્ણયો થઈ શકતા નથી હવે કોરોનાકાળમાં કોરોનાની દવા સાધનોને કરમુકત કરવાનું જરૂરી થઈ ગયુ છે. જયારે, તાત્કાલીક કાઉન્સીની બેઠક બોલાવીને નિર્ણય કરવાની જરૂર છે.
છતીસગઢનાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રેમડીસીવર તથા તેને સંલગ્ન વસ્તુને કરમુકત કરવા સરકાર કેન્દ્રને માંગ કરશે,પરંતુ આ માટે કાઉન્સીલની મીટીંગ અનિવાર્ય છે.
પંજાબનાં નાણાપ્રધાને પણ જીએસટી પ્રશ્ર્નો વિશે તત્કાળ કાઉન્સીલ મીટીંગની માંગ કરી છે.