Site icon Revoi.in

ચંદી પડવોઃ દક્ષિણ ગુજરાતની સ્પેશિયલ ઘારીની વિદેશમાં ડિમાન્ડ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ચંદી પડવાની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાય છે. તેમજ આ પર્વ ઉપર સુરતીઓ મોટાપ્રમાણમાં ઘારીને આરોગીને ઉજવણી કરે છે. સુરતમાં રાણા સમાજના લોકો ઘરે જ સુકો મેવો અને ઘીની મદદથી ઘરે જ ઘારી બનાવે છે. બીજી તરફ કોરોનાના કેસ ખુબ જ ઓછા થઈ જતા હવાઈ સેવાનો પ્રારંભ થયો છે. જેથી વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓએ ઘારીનો ઓર્ડર આપ્યો હતો.

ચંદી પડવાના તહેવાર પૂર્વે જ વિદેશમાં વસવાટ કરતા ભારતીયો મોટી માત્રામાં ઘારી મંગાવે છે. જો કે, ગયા વર્ષે કોરોના મહામારીને પગલે હવાઈ સેવા બંઘ રાખવામાં આવી હતી. જેથી વિદેશમાં વસવાટ દરતા દક્ષિણ ગુજરાતના લોકો ઘારીથી વંચિત રહ્યાં હતા. જો કે, આ વર્ષે વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓએ મોટી સંખ્યામાં ઓર્ડર આપ્યો હતો.  દક્ષિણ ગુજરાતમાં તાપી,બારડોલી ,નવસારીના મોટા ભાગના લોકો બહારના દેશોમાં વસે છે. તેઓ દર વર્ષે ચંદી પડવાના દિવસે સુરતથી ઘારી મંગાવે છે. મોટાભાગે હાલ યુ.એસ, દુબઇ,કેનેડામાં વસવાટ ગુજરાતીઓએ ઓર્ડર આપ્યાં છે.  જો કે, ન્યુઝીલેન્ડ માં હજુ પણ ભારતમાંથી કોઈ પણ વસ્તુ મોકલવા પર પ્રતિબંધ છે