Site icon Revoi.in

બીસીસીઆઈ સમક્ષ મહિલા આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ કરવાની માંગણી

Social Share

દિલ્હીઃ ક્રિકેટ ચાહકો મહિલા આઈપીએલના આયોજનને લઈને ઘણા સમયથી માંગણી કરી રહ્યાં છે. તાજેતરમાં જ ભારતીય ટી-20 ટીમની કપ્તાન હરમનપ્રીત કૌરએ મેલબર્ન રેનેગેડ્સ તરફથી મહિલા બિગ બેશ લીગમાં પ્લેયર ઓફ ટૂર્નામેન્ટનો પુરસ્કાર જીત્યો છે. જે બાદ મહિલા આઈપીએલના સપોર્ટમાં અવાજ વધારે મજબુત બન્યો છે. હવે પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર અંજુમ ચોપડાએ પણ મહિલા આઈપીએલને લઈને નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે, 5-6 ટીમોની એક મહિલા આઈપીએલનું આયોજન કરવું જોઈએ. જો કે, આ અંગે બીસીસીઆઈએ યોગ્ય પ્લાનિંગ કરવું જોઈએ.

અંજુમ ચોપડાએ કહ્યું હતું કે, મહિલા આઈપીએલ આ એક મહત્વનું સ્ટેજ છે.જે દિવસે બીસીસીઆઈ મહિલા આઈપીએલના આયોજનનો નિર્ણય કરે તો તે ગણી સારી હશે. નિશ્ચિત રૂપથી મહિલા આઈપીએલનું આયોજન કરી શકાય છે. ટીમ ઈન્ડિયા માટે 12 ટેસ્ટ, 127 વન-ડે અને 18 ટી-20 મેચ રમનારા અંજુમ ચોપડાએ કહ્યું કે, ચાર કે પાંચ ટીમોવાળી ટૂર્નામેન્ટ અત્યારે સંભવ છે. જો કે, આ અંગે યોગ્ય રીતે આયોજન કરવું જરૂરી છે. આઠથી 10 ટીમો સાથે આઈપીએલ સંભવ નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે માત્ર ચારેક ટીમ સાથે પણ આયોજન કરી શકાય છે. બીસીસીઆઈ પુરુષોની સાથે મહિલા આઈપીએલનું સંચાલન કરવું જોઈએ.

મહિલા આઈપીએલ હજુ સુધી શરૂ નથી કરવામાં આવી પરંતુ મહિલા ટી-20 ચેલેન્જમાં ત્રણ સિઝન અગાઉ રમાઈ ચુકી છે. ટ્રેલબ્લેઝર, સુપરનોવા અને વેલોસિટી ટૂર્નામેન્ટનો ભાગ લઈ ચુકી છે. જો કે, 2021માં કોરોના મહામારીને પગલે આ આયોજન કરવું મુશ્કેલ ભર્યું છે.