કોરોનાનું સંક્રમણ ઘટતાની સાથે હેન્ડ સેનિટાઈઝર્સ અને માસ્કની માંગમાં ઘટાડો
અમદાવાદઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. બીજી તરફ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે મહારસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો પણ હવે કોરોનાથી ભયમુક્ત થયા હોય તેમ હેન્ડ સેનિટાઈઝર્સ અને માસ્કનો વપરાશ ઘટી રહ્યો છે. સેનિટાઈઝર્સ અને માસ્કની સેલમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસની રસી બન્યા બાદથી મોટી કંપનીઓએ સેનિટાઈઝર્સ અને માસ્કનો આઉટપુટ ઘટાડી દીધો છે અથવા રોકી દીધો છે. કોરોના કાળમાં માર્ચ-સપ્ટેમ્બર દરમિયાન આ કેટેગરીના પ્રોડક્શનમાં ખૂબ વધારો થયો હતો. એક કંપનીના ચીફ એક્ઝિક્યુટિવના જણાવ્યા અનુસાર, તાજેતરના મહિનાઓમાં હેડ સેનિટાઈઝર્સ અને કોરોનાથી બચવા માટે ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓની માંગમાં ઘટાડો થયો છે. હવે કેટલાક સેનિટાઈઝર્સ અને હાઈજીન સંલગ્ન પ્રોડક્ટમાંથી બહાર આવવાનું વિચારી રહી છે, જે કંપનીએ ગત વર્ષે લોન્ચ કર્યા હતા. ઓનલાઈન રિટેલર્સે જણાવ્યું હતું કે, સેનિટાઈઝર્સ અને માસ્કની સેલમાં લગભગ 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉન બાદ હેન્ડ સેનિટાઈઝર્સ અને માસ્કના વેચાણમાં 48 ટકાનો ઘટાડો થયો છે સેનિટાઈઝિંગ સ્પ્રેના વેચાણમાં ઘટાડો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન લાગુ થયા બાદ અચાનક અનેક નાની-મોટી કંપનીઓએ સેનિટાઈઝર્સ અને માસ્ક ઉત્પાદન શરુ કર્યું હતું,. તેમજ સરકારે પણ માસ્ક ફરજિયાત કર્યું હતુ. જો કે, હવે કોરોનાનું સંક્રમણ સતત ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ દેશમાં મોટા પાયે લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં કોરોનાની રસી બજારમાં પણ ઉપલબ્ધ થવાની શકયતા છે.