કોરોના વાયરસની સાથે વધી માસ્કની માંગ, શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની સૌથી વધુ માંગ
- કોરોના વાયરસની સાથે વધી માસ્કની માંગ
- શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની સૌથી વધુ માંગ
ઉતરપ્રદેશ : હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાનો કહેર યથાવત છે..ત્યારે કોરોના સંક્રમણના બચાવ માટે લોકો માસ્કનો સહારો લઇ રહ્યા છે. બજારમાં માસ્કની અછત સર્જાતા ઘણી કંપનીઓ માસ્ક બનાવવામાં લાગી છે.પરંતુ આ દિવસોમાં બજારમાં જય શ્રી રામથી છપાયેલા માસ્કની વધુ માંગ જોવા મળી છે.
અમીનાબાદના જથ્થાબંધ માસ્ક વેચનાર રમેશચંદ્ર ગુપ્તાનું કહેવું છે કે, આ મહામારીના સમયમાં લોકો પોતાનો જીવ બચાવવા માસ્ક લઈ રહ્યા છે,પરંતુ જયશ્રી રામ દ્વારા લખાયેલા માસ્કની માંગ થોડી વધુ વધી છે. એક ખેપ તેની પૂર્ણ પણ થઈ ગઈ છે. ઓર્ડર પર મોકલેલ છે. આ ઉપરાંત પંચાયતની ચૂંટણીમાં પણ લોકો ઘણાં માસ્ક ત્યાંથી લઈ રહ્યા છે. લોકો તો પાર્ટીના ખાસ હેતુ માટે જય શ્રી રામ લખેલા માસ્ક પણ ખરીદી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રતાપગઢ રાયબરેલીથી જય શ્રી રામ વાળા માસ્કની માંગ આવી છે.માસ્ક વેચનારનું કહેવું છે કે, માંગ એટલી વધારે આવી રહી છે કે, કારીગરોએ તેને પૂર્ણ કરવા માટે રાત-દિવસ મહેનત કરવી પડે છે. બીજા એક દુકાનદારનું કહેવું છે કે, બજારમાં તમામ પ્રકારના માસ્કની માંગ વધી છે. પરંતુ જય શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની આ દિવસોમાં વધુ માંગ કરવામાં આવી રહી છે.
દેવાંશી